શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2025 ની 51મી મેચ રમાશે. ‘વન્ડર બોય’ વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગને કારણે છેલ્લી મેચમાં મળેલી હારમાંથી બહાર આવી રહેલી ગુજરાત ટાઈટન્સ હવે શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની IPL મેચમાં જીતના માર્ગે પાછા ફરવા માટે પ્રયત્ન કરશે, જ્યારે સનરાઇઝર્સે પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે દરેક કિંમતે જીત મેળવવી પડશે. તે પહેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ ગુજરાતના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરી. ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ ગુજરાતી ભોજન માણ્યું. સ્ટાર સ્પિન બોલર રાશિદ ખાન અને ટીમના ખેલાડીઓ દાંડિયા રમ્યા.


