- નવી તારખી 17-18 જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા
- અગાઉ 9-10 જાન્યુઆરીએ લેવાવાની હતી પરીક્ષા
- BA, B.Com, BBA, MA ની પરીક્ષાની તારીખ બદલાઇ
એક તરફ રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સામાન્ય જનતાને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિવિધ રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં 18-19 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે. જેમાં અગાઉ 9 અને 10 જાન્યુઆરીના પરીક્ષા લેવાવાની હતી.
આ અંગેની માહિતી અનુસાર, 9-10 જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષાઓ 17 – 18 જાન્યુઆરીએ લેવાશે. જેમાં આ પરીક્ષાઓ બીએ, બીકોમ, બીબીએ, એમએ, એમકોમની 9-10 જાન્યુઆરીએ લેવાવાની હતી. વાઈબ્રન્ટ ગુજરાતના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અટવાય નહીં એટલે તારીખો બદલવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે.
જ્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય કરતાં વધુ મુસાફરોની અવરજવરની અપેક્ષા છે, જેથી તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આગળનું આયોજન કરે અને સીમલેસ મુસાફરી માટે વધારાનો સમય ફાળવવો પડશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, ફ્લાઇટના સમય કરતાં 3 કલાક પહેલાં એરપોર્ટ પહોચવું હિતાવહ રહેશે.
આ ઉપરાંત એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તા પર પણ વધુ ટ્રાફિક રહેવાની શક્યતા છે, જેથી સમય કરતાં વહેલા પહોંચવાની તૈયારીઓ રાખવી આવશ્યક છે. તેમજ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટના કારણે 8 થી 12 જાન્યુઆરી એમ પાંચ દિવસ આ રસ્તાઓ બંધ રહેશે. જો તમે અમદાવાદ થી ગાંધીનગર તરફ મુસાફરી કરતાં હોવ તો પહેલાં આ ખાસ વાંચો. જો કોઈ મુશ્કેલીમાં પડી જાવ તો પોલીસ અથવા ટ્રાફિક હેલ્પલાઇનની મદદ લેવા માટે જણાવવામાં આવ્યું છે.


