- ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી
- રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
- પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે
આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેથી પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે. તથા અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તેમજ બોટાદ, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી છે.
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ તથા અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઇ છે. જેમાં સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. તથા આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે.
આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો
કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.


