- ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 3 થી 6 માહિનામાં વીજ જોડાણ મળે છે
- રાજ્યનું વીજ ક્ષેત્રે માથા દીઠ વપરાશ બે ગણાથી વધુનો વધારો
- વધતી જતી વીજમાંગને પહોંચી વળવા માટે વધુ વીજળી ખરીદવી પડે
આજે ઉર્જા મંત્રી ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ ,ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે. તે રાજ્યની પ્રગતિનો આંક દર્શાવે છે. વીજ વપરાશ માં અનેક ઘણો વધારો થયો છે આમ છતાં દરેકને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 2002 માં રાજ્યની મહત્તમ વીજમાં 7743 મેગાવોટ હતી જે વર્ષ 2023 માં વધીને 24544 મેગાવટ થઈ છે.
વિધાનસભા ગૃહમાં અદાણી પાવર લિમિટેડ સાથે 2007માં થયેલ બીડ સહિત વીજ ખરીદી અંગેના પ્રશ્નોનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે એટલે કે ઓછા ભાવ મુજબ પ્રયોરીટી. હોય છે. વીજ ખરીદીને આ પ્રક્રિયામાં GSECL રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી કંપનીઓ, આયાત, તેમજ બિન પરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે.
વીજ માંગમાં નોંધપાત્ર વધારો
આ સાથે જ ઉર્જા મંત્રીએ ખાનગી પ્રોજેક્ટમાંથી વીજ ખરીદી કરવાના કારણોની વિગતો આપતા કહ્યું કે, વર્ષ 2002માં રાજ્યની મહતમ વીજ માંગ 7743 મે.વો હતી જે વર્ષ 2023માં વધીને 24544 મે.વો. થઈ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યની મહતમ વીજ માંગમાં 3 ગણો વધારો થયેલ છે જે વીજ ક્ષેત્રની સાથે સાથે સમગ્ર રાજ્યની પ્રગતિ દર્શાવે છે. અગાઉ ખેતીવાડી વીજ જોડાણો માટે ખેડૂતોને 15 વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી અને લાંબુ વેઇટિંગ હતું જ્યારે હાલમાં ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 3 થી 6 માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે.
માથા દીઠ વીજ વપરાશ વધ્યો
જેના સાથે જ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો (Ease of Living) થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003 માં 953 યુનિટ હતું જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતું અને આજે 2023માં બે ગણાથી વધુના વધારા સાથે 2402 યુનિટ થયું છે એટલુ જ નહીં પરંતુ સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ (1255 યુનિટ) કરતાં લગભગ બમણું છે. આમ વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છે.
કોલસા અને ગેસની કિંમતમાં વધારો
જ્યારે સપ્ટેમ્બર 2021 બાદ આયાતી કોલસા તથા ગેસના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અતિશય ભાવ વધારો થવાના કારણે વીજ પ્રોજેક્ટ દ્વારા પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા અને સમગ્ર દેશમાં વીજ ઉપલબ્ધતા સંબંધિત મુદાઓ ઉદભવ્યા હતા. આયાતી કોલસા આધારિત આ ખાનગી વીજ મથકોનું સંચાલન વધતી જતી વીજ માંગને પહોંચી વળવા માટે જરૂરી છે. ઉપરોક્ત પાવર પ્લાન્ટની કામગીરી ન થવાથી લોડ શેડિંગ થઈ શકે તેમ હતી મંત્રીએ ઉમેર્યું કે,આ વિકટ પરિસ્થિતિ દરમ્યાન રાજ્યમાં વીજ કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તથા રાજ્યના ખેતીવાડી ક્ષ્રેત્ર સહિતના તમામ ગ્રાહકોને સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે વિવિદ્ય સ્ત્રોતમાંથી વીજ પુરવઠો મેળવવામાં આવ્યો હતો. જેમાં પાવર
જેના સાથે જ ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, ઈન્ડોનેશિયામાં કોલસો મોંઘો થયો હતો. જેની અસર દેશમાં જોવા મળી હતી અને કોલસો મોંઘા થતા કોલસો વેચવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ જેતે સમયે આયાત કોલસા આધારીત પ્લાન્ટ બંધ હતા. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી રશિયા યુક્રેન યુદ્ધના કારણે ગેસનું વેચાણ ઘટ્યું છે. ગેસ મેળવવામાં તકલીફ થતા પ્લાન્ટ શરૂ ન કરી શક્યા નથી.


