- ઈસ્માઈલ હાનિયાનું મોત હમાસને માટે એક મોટું નુકસાન
- ઈસ્માઈલ હાનિયાની હત્યા એક કાયરતા પૂર્ણ હરકત છે
- હુમલાની તપાસ ચાલી રહી છે: IRGC
ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતિ અનુસાર તેહારનમાં એક વિસ્ફોટમાં હાનિયા અને સુરક્ષામાં હાજર ઈરાની સુરક્ષાકર્મીનું મોત થયું છે. ઈસ્માઈલ હાનિયાનું મોત હમાસને માટે એક મોટું નુકસાન છે. મોત બાદ હવે જોવાનું એ છે કે હમાસ તેનો જવાબ કેવી રીતે આપશે. જાણો હમાસે ઈઝરાયેલને ધમકી આપી છે.
આનો બદલો જરૂરથી લેવાશે
ઈસ્માઈલ હાનિયાના મોત બાદ હમાસે સ્પષ્ટ રીતે કહ્યું કે તે આ મોતનો બદલો જરૂરથી લેશે. હમાસે એમ પણ કહ્યું છે કે અલ્લાહના રસ્તામાં મોતને ભેટેલા લોકોને મૃત ન સમજો, પણ તે રબની પાસે જિંદા છે અને રોજી મેળવી રહ્યા છે. આ સિવાય હમાસની પોલિટિકલ વિંગના એક વ્યક્તિએ કહ્યું છે કે ઈસ્માલના મોતનો બદલો જરૂરથી લેવાશે.
બદલો જરૂરથી લેવાશે
હમાસના પોલિટિકલ વિંગના સભ્ય મૂસા અબૂ મરજોકે બુધવારની સવારે નિવેદનમાં કહ્યું કે ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા એક કાયરતા પૂર્ણ હરકત છે અને તેનો જવાબ આપવામાં આવશે. ઈસ્માઈલ હાનિયાના મોતને પેલેસ્ટાઈની સમર્થકોમાં શોકની લહેર લાવી છે, ઈસ્માઈલ હાનિયા આંતરરાષ્ટ્રીય સ્તરે હમાસ અને પેલેસ્ટાઈની સંઘર્ષનો મોટો ચહેરો હતો અને ગાઝા શાંતિ વાર્તામાં મુખ્ય રણનીતિકાર રહ્યા હતા.
આ લડાઈ જીત અને શહાદતની છે
હમાસે એક નિવેદનમાં કહ્યું કે ઈસ્માઈલ હાનિયાના મોતનો શોક જાહેર કરાયો છે. હમાસે એક સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ઈસ્લામિક રેસિસ્ટેંસ હમાસ મહાન પેલેસ્ટાઈની લોકો, આરબ અને ઈસ્લામી રાષ્ટ્ર અને દુનિયાના તમામ લોકોના દીકરાઓ માટે શોક જાહેર કરે છે. આ લડાઈ જીત અને શહાદતની છે. અમારો મતલબ છે કે તે હાર નહીં માને તો શહીદ થશે અથવા જીતી જશે.
હુમલાની કરાઈ રહી છે તપાસ
ઈસ્માઈલ હાનિયાના મોતની જાણકારી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડને આપવામાં આવી છે. IRGCએ કહ્યું કે હુમલાની તપાસ ચાલી રહી છે અને સાથે આગળની તપાસ બાદ જાણકારી અપાશે. જો કે ઈસ્માઈલ હાનિયાના મોતની જવાબદારી હજુ સુધી ઈઝરાયેલે લીધી નથી પરંતુ હત્યાની શંકા ઈઝરાયેલની IDF અને મૌસાદ પર રખાઈ રહી છે.


