કિંગ કોહલીની ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ એ તેના જબરા ફેન્સ માટે એક આઘાતજનક સમાચાર હતા. આ દુખની લાગણી વિરાટ કોહલીના દરેક ઉંમર વર્ગના ચાહકોમાં હતી અને જેમાંથી વિરાટની એક નાનકડી ફેન પણ દુખી હતી. આ નાનકડી ફેનનું નામ હિનાયા છે જે બીજું કોઈ નહીં હરભજન સિંહની પુત્રી છે.
વિરાટ કોહલીની ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ
વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિજાહેર કર્યા બાદ હરભજન સિંહની પુત્રી સાથે વાત કરી હતી. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે તેમની પુત્રી હિનાયા અને વિરાટ કોહલી વચ્ચે જે રમૂજી વાત થઈ હતી એ વાત અંગેનો ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીએ 12 મેના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
હિનાયા એક ફેન તરીકે દુખી
હરભજન સિંહે બંને વચ્ચે થયેલ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું કે કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેની 8 વર્ષની પુત્રી હિનાયા એક ફેન તરીકે દુખી થઈ હતી. હિનાયાએ હરભજને આ બાબતે ઘણી વાર પૂછ્યું કે વિરાટ કોહલી કેમ નિવૃત્તિ લે છે? પરંતુ હરભજન સિંહ પાસે દીકરીના આ સવાલનો કોઈ જવાબ ન હતો.
કોહલીએ હિનાયાને જવાબ આપ્યો
હિનાયાએ કોહલીના નિવૃત્તિના નિર્ણય પર કારણ જાણવા માટે કોહલીને મેસેજ કર્યો અને નિવૃત્તિના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, જેના જવાબમાં સ્ટાર બેટ્સમેને જવાબ આપ્યો કે ‘દીકરા, હવે સમય થઈ ગયો છે.’ હરભજન સિંહે પણ જણાવ્યું હતું કે તેણે પોતે પણ કોહલીને ટ્વિટ કરીને સવાલ કર્યો હતો કે તમે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી?’
વિરાટ કોહલી ભાવુક થયો
જ્યારે હરભજન સિંહની દીકરીએ વિરાટને મેસેજ કર્યો કે “હું હિનાયા વાત કરું છું વિરાટ તમે કેમ નિવૃત્તિ લીધી?” ત્યારે આ વાતથી વિરાટનું હૃદય પણ ભાવનાઓથી ભરાઈ ગયું. તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, ‘દીકરા, સમય આવી ગયો છે.’ હરભજન સિંહનું કહેવું છે કે નિવૃત્તિ અંગે કોહલી વધુ સારી રીતે જાણે છે.


