હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 1,000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર બન્યો. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ લઈને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. આ સાથે, તેણે T20 ક્રિકેટમાં વિકેટ લેવાનો એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો.
T20I કારકિર્દીમાં 99 વિકેટ લીધી હતી
ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20I પહેલા, હાર્દિક પંડ્યાએ તેના T20I કારકિર્દીમાં 99 વિકેટ લીધી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ કરીને, તેણે T20I ફોર્મેટમાં સદીનો આંકડો પાર કર્યો. તે આ સિદ્ધિ મેળવનાર ફક્ત ત્રીજો ભારતીય બોલર છે; અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ પહેલાથી જ T20I માં ભારત માટે 100 વિકેટનો આંકડો પાર કરી ચૂક્યા છે.
1000 રન અને 100 વિકેટ
હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ મેળવનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. તેમની પહેલાં કોઈ અન્ય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર આ સિદ્ધિ મેળવી શક્યો નથી. જોકે, ત્રણ સ્પિન બોલરોએ આ સિદ્ધિ મેળવી છે. બાંગ્લાદેશના શાકિબ અલ હસન, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા બંનેએ આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં 100 વિકેટ લીધી છે અને1000રન બનાવ્યા છે.
આ પણ વાંચો -IND vs PAK: અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 90 રનથી હરાવ્યું


