- ન્યાય યાત્રામાં નહીં જોડાઈને પીડિત પરિવારે જવાબ આપ્યો
- સુરત અગ્નિકાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે
- લોકોની પીડાને રાજકીય મુદ્દો બનાવવો ખુબ જ દુ:ખદ છે
ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ન્યાય યાત્રામાં નહીં જોડાઈને પીડિત પરિવારે જવાબ આપ્યો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એના પર કોઇ રાજનીતિ હોઇ જ ના શકે. લોકોના દુઃખને રાજકીય મુદ્દો બનાવવો ખુબ જ દુઃખદ છે.
પીડિતો ન્યાય યાત્રામાં જોડાયા નહીં
TRP ગેમ ઝોન અગ્નિકાંડના 27માંથી 15 જેટલા પરિવારોએ ન્યાયયાત્રામાં ન જોડાવાનું એલાન કર્યું છે. આ સાથે પરિજનોએ કહ્યું છે કે, ન્યાયયાત્રામાં જોડાવાથી ન્યાય મળવાનો નથી, ન્યાય તો કોર્ટમાંથી મળશે. હાઇકોર્ટમાં સ્પેશિયલ પીપી તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવા માટેની માંગણી ભાજપ સરકારે સ્વીકારી છે, જેથી અમને રાજ્ય સરકાર પાસેથી ન્યાયની પૂરેપૂરી આશા છે. અમે રાજકારણ કરવા માગતા નથી, જેથી હવે કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાવાના નથી. વધુમાં પીડિત પરિવારની મહિલાએ કહ્યું કે, ગઇકાલે ભાજપના લોકો અમારા ઘરે આવ્યા હતા અને બધાને ભેગા થવા જણાવ્યું હતું.
અમદાવાદમાં હર ઘર તિરંગા યાત્રામાં હર્ષ સંઘવી જોડાયા
રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરીને હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો હતો.
દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનની લાગણી બળવતર રહે, તેમજ આઝાદી માટે જે લડવૈયાઓએ પોતાના પ્રાણની આહુતી આપીને મહામુલી આઝાદી અપાવી છે તેના સ્મરણમાં સરકાર દ્વારા દર વર્ષે સ્વતંત્ર્ય પર્વના એક સપ્તાહ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરે છે. લોકો પોતાના ઘરે તિરંગો ફરકાવીને ગર્વ અનુભવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસ હાથ ધરાતા હોય છે. અમદાવાદ શહેરમાં હર ઘર તિરંગા અભિયાનને મળ્યો વેગ પૂર્વે વાહનચાલકોને તિરંગાનું વિતરણ કરીને હર ઘર તિરંગા અભિયાનને મળ્યો વેગ આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
નવરંગપુરા વિસ્તારના વિજય ચાર રસ્તે તિરંગાનું વિતરણ કર્યું
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદના નવરંગપૂરા વિસ્તારના વિજય ચાર રસ્તે પહોંચ્યા હતા. જ્યા તેમણે ટ્રાફિક સર્કલ પર રેડ સિગ્નલ દરમિયાન ઊભેલા વાહનચાલકોને મળીને, સન્માનપૂર્વક તિરંગાનું વિતરણ કર્યું હતું. વાહનચલાકો પણ હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વિતરણ કરાયેલા તિરંગાને સન્માનપૂર્વક સ્વીકાર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા.