અત્યારે શિયાળો છે. શિયાળામાં લીલોતરી શાકભાજી અને ફળ અને તમામ પ્રકારના શાકભાજીઓ સરળતાથી મળી રહે છે. ત્યારે શિયાળામાં જ જો ખોરાક ખાવામાં પુરતુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્યને સુધારી શકાય છે, ત્યારે જો તમે પણ બીપીના પેશન્ટ હોવ તો શિયાળામાં મળતા સિઝનલ ફ્રૂટ અને શાકભાજીનુ સેવન બીપીને કંટ્રોલમાં રાખશે, ત્યારે આવો જાણીએ કેવા ફળો અને શાકભાજીના રસથી બીપી રાખશો કંટ્રોલમાં .
દાડમનો રસ
દાડમના રસનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે. તેને દરરોજ પીવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થશે. તમને જણાવી દઈએ કે દાડમમાં રહેલું પોટેશિયમ શરીરમાં રક્ત પરિભ્રમણને સરળ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે.
ટામેટાંનો રસ
ટામેટાંનો રસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જે બ્લડ પ્રેશર વધવાનું જોખમ ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. જોકે, ધ્યાનમાં રાખો કે શરીર વધારાનું સોડિયમ શોષી શકતું નથી, તેથી આ રસમાં મીઠુ નાંખવુ નહી. .
બીટરૂટનો રસ
બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, તમે બીટરૂટના રસનું સેવન કરી શકો છો. બીટરૂટમાં નાઈટ્રેટ્સ હોય છે, જે આપણા શરીરમાં પ્રવેશતા જ નાઈટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. તે આપણી રક્તવાહિનીઓને આરામ આપે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. આ બ્લડ પ્રેશરની સમસ્યા ઘટાડે છે.
નારંગીનો રસ
નારંગીનો રસ તમને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. નારંગીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી, એન્ટિવાયરલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે. તેનો રસ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતીને અનુસરતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો. હાઇ બીપી અને લો બીપી માટે ડોક્ટર કહે તેમ જ કરવુ. આ માહિતી માત્ર જાણકારી માટે છે સંદેશ ન્યૂઝ આ માહિતીની કોઇ પુષ્ટિ કરતુ નથી )