આજકાલ મહિલાઓમાં કેન્સરની બિમારીનું જોખમ વધ્યું છે. પહેલા જ્યાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ વધુ જોવા મળતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓમાં ઓવરી સિસ્ટ તેમજ PCOS જેવી ગંભીર સમસ્યા જોવા મળે છે. બદલાતી જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે મહિલાઓમાં 30 વર્ષની ઉંમર પછી PCOS (પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ) ના કેસ વધુ જોવા મળ્યા છે.
30 વર્ષની ઉંમર પછી વધ્યું PCOSનું જોખમ
પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ અથવા PCOS એ એક હોર્મોનલ સ્થિતિ છે, PCOS ને પ્રજનન હોર્મોનલ અસંતુલન પણ કહેવામાં આવે છે. સ્ત્રીઓને 30 વર્ષની ઉંમર પછી જ PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) ની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે તે કોઈપણ ઉંમરની સ્ત્રીઓમાં દેખાઈ શકે છે. સામાન્ય રીતે તેના લક્ષણો માસિક સ્રાવ શરૂ થાય તે પહેલાં, એટલે કે તરુણાવસ્થા પહેલાં દેખાવા લાગે છે. પરંતુ લાંબા સમય સુધી આ સંકેતોને અવગણમાં આવે તો આગળ જતા ગંભીર બીમારીનું સ્વરૂપ લે છે.
મહિલાઓ પારિવારિક વ્યસ્તતા અથવા તો કારર્કિદી પર લક્ષ્ય હોવાના લીધે કેટલીક વખત શરીરમાં થતા સામાન્ય બદલાવને નજરઅંદાજ કરે છે. PCOS (પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ) બીમારી પહેલા શરીરમાં આ સંકેતો જોવા મળે છે.
PCOSના આ પ્રારંભિક લક્ષણો
PCOS ના શરૂઆતના લક્ષણોમાં મહિલાઓમાં અનિયમિત માસિક સ્રાવ થવું. તેમજ અસામાન્ય વાળનો વિકાસ થવો. આ ઉપરાંત અનિમિત માસિક આવવાના કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે. કેટલાક કિસ્સામાં સ્થૂળતા અને ત્વચા કાળી પડવા લાગે છે. કારણ વગર જો તમારી, ત્વચાના ટોન બદલાય તો જરૂર સાવધાન થવું જોઈએ. જો આ સમસ્યાની સારવાર ન કરવામાં આવે તો મહિલાઓ વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાનો શિકાર થઈ શકે છે. એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં સ્ત્રીઓને આ રોગની સમયસર સારવાર મળતી નથી અને પછીથી માતા બનવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મહિલાઓએ આ સમસ્યાથી બચવા માટે શું કરવું
30 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં જોવા મળતી PCOS સમસ્યાને આરોગ્ય નિષ્ણાત પુરીએ ગંભીર ગણાવી છે. આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે મહિલાઓમાં આજે પહેલા કરતાં આલ્કોહોલનું સેવન વધ્યું છે. તેમજ બદલાતી જીવનશૈલીના કારણે પણ મહિલાઓમાં PCOSની સમસ્યા વધી છે. જો તેમના શરીરમાં આ લક્ષણો દેખાય તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે સ્વસ્થ આહાર અને વોકિંગ અને સાઈકલિંગ જેવી હળવી કસરતને સામેલ કરવી જોઈએ. જે મહિલાઓ વધુ વજન ધરાવતી હોય તેમણે વજન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. તણાવ પૂરતી ઊંઘ લેવી અને નિયમિત પ્રાણાયમ અથવા યોગાભ્યાસ કરવો.