By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    11 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજના યુગમાં અસલી ધન આરોગ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

આજના યુગમાં અસલી ધન આરોગ્ય

agragujaratnews
Last updated: 2023/11/10 at 12:39 PM
2 years ago
Share
આજના યુગમાં અસલી ધન આરોગ્ય
SHARE

ધનતેરસ ધનનો ઉત્સવ છે પણ પહેલું સુખ તે જાતે નર્યા એ વ્યાખ્યા અનુસાર આરોગ્યની સંપત્તિ અસલી ધનસંપદા આજના યુગમાં છે એ કહેવાની નહીં, સમજવાની વાત છે

પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત જૂની અને જાણીતી છે, પણ આજના યુગમાં તેને નવેસરથી સમજવાની જરૂર છે. માત્ર કહેવત કહી દેવાથી કામ થવાનું નથી. આરોગ્ય અને સ્વાસ્થ્ય વિના સુખને માણવું અઘરું છે. નાની મોટી વ્યાધી ઠીક છે, પણ જમાના બદલાવા સાથે બીમારીઓ પણ બદલાઈ છે. બીમારીઓ અઘરી બની છે. કદાચ મનુષ્ય જાતની સહનશીલતા ઘટી છે. સહનશીલતા કરતાંય ખાણીપીણી અને કુદરતી હવાપાણી એવા નથી રહ્યા કે માણસ કશા બોજ વિના મોજ માણી શકે.
કુદરતી રીતનો એક અજબ ફાંટો એ છે કે સમજવું મુશ્કેલ બને છે. સૃષ્ટિમાં શોર્ટકટ સૌથી સદુપયોગી ગણાય છે. દરેક જીવ અને પદાર્થ શોર્ટ કટ એટલે કે લઘુતમ પ્રયાસો માટે પ્રયત્નો કરે છે. કારણ એ કે ઉર્જા બજાવવાની હોય છે. શરીરનો ગુણધર્મ એ છે કે પોષણ મળ્યું હોય તેમાંથી કશું નાહકનું વપરાવું ના જોઈએ. ઉત્ક્રાંતિ એ રીતે જ થતી રહી છે કે દરેક પ્રક્રિયા વધારે સરળ, ઓછામાં ઓછી ઉર્જા વપરાય તે રીતે પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં સૌથી વધુ મનુષ્યે ઉત્ક્રાંતિ કરી છે. ચાર પગે ચાલવાથી વધારે શ્રમ પડે, વધારે ઉર્જા વપરાઈ જાય. બે પગે ચાલવાથી શ્રમ ઘટે, શરીર પર તડકો ઓછો પડે. એટલે ધીમે ધીમે માણસ ટટ્ટાર થયો અને ત્યાંથી તબક્કાવાર ઓછામાં ઓછી મહેનત કરવાનું જ માણસ શીખતો રહ્યો છે. પથ્થરથી વાર કરીને તોડવાનું શીખ્યો … પછી ખ્યાલ આવ્યો કે પથ્થરને ધારદાર કરવામાં આવે એટલી જ તાકાતથી વધારે ઊંડો ઘા થાય છે …

પછી ખ્યાલ આવ્યો કે લાકડામાં ભરાવીને ઘા માર્યો તો એક ઘા ને બે કટકાં.
એ પાષાષયુગથી શરૂ કરીને આજના મશીન યુગમાં કારના ટાયરના બોલ ખોલવા અને બંધ કરવા માટે પાનું પકડીને મહેનત કરવાનું પણ નથી રહ્યું. ડ્રીલ જેવા સાધનથી આ ફટ ખૂલ્યા બોલ અને આ ફટ થઈ ગયા ટાઈટ. લિયોનાર્દો દ વિન્ચી અને તેના સમકાલીન તબીબોએ શરીરશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે ખ્યાલ આવવા લાગ્યો હતો કે દરેક અંગ બહુ સચોટ રીતે કામ કરવા માટે પ્રયત્ન કરે છે. હૃદયમાં એક ખાનામાં લોહીનો પ્રવાહ દાખલ થાય ત્યારે ત્યાંથી એવી રીતે ઘૂમરી મારે કે તેના જોરથી બે ખાના વચ્ચેનો પડદો બંધ થઈ જાય.

પછી ક્ષણવારમાં લોહીના પ્રવાહના ધક્કાથી ખુલી પણ જાય.
આજે હૃદય રોગના કિસ્સાઓની સૌથી વધુ ચર્ચા થાય છે અને ચિંતા પેઠી છે કે નાની વયે જ કાળજા કાચા પડવા લાગ્યા છે. જોકે આંકડાકીય રીતે વાત સાચી નથી. નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સામાં મામુલી વધારો થયો છે. તેના સમાચારો વધારે કાગારોળ મચાવે છે. પણ શ્રમ ઓછો થયો છે અને વધારે ને વધારે ઓછો થઈ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એફિશિયન્ટલી કામ કરવું માનવજીવન માટે અનિવાર્ય છે. એક કારનું ટાયર બદલવા માટે પંદર મિનિટ થાય તેની જગ્યાએ ત્રણ મિનિટમાં કામ થતું હોય તો તેમાં કંઈ ખોટું નથી.

પરંતુ શરીરની રચનાનું આ જ પાસુ વળી દુવિધા ઊભું કરનારું છે. નામની પણ ખોટી મહેતન નહીં કરવાની, ઉર્જાનો ઉત્તમ ઉપયોગ કરવાનો, પણ શરીરના દરેક અંગને નિયમિત કામ મળવું જોઈએ. તેની લવચિકતા જાળવવા તેનો ઉપયોગ થતો રહેવો જોઈએ. શ્રમ થતો રહેવો જોઈએ. ટાયરના બોલ ખોલવા અને બંધ કરવા મહેનત કરીને હાંફ ચડે તેટલું બળ ના થાય તો ઠીક … પણ હાંફ ચડે એવું કરવું જરૂરી છે. તો જ સ્નાયૂઓ અને હાડકા ચૂસ્ત રહે.એટલે આધુનિક જમાનામાં માણસે જીમ કાઢ્યા છે. મશીનોથી બધું જ કામ કરવાનું અને પછી જીમમાં જઈને કસરત કરવાની. એના કરતાં મહેતન જ કરોને… એવું પણ કહેવાશે. થતી હોય તો સારું છે. દાખલા તરીકે સેમ પિત્રોડાએ કહ્યું છે કે તેઓ જાતે પોતાં કરે છે, કેમ કે તે સૌથી ઉત્તમ કસરત છે. કસરત સમજીને પણ પોતાં કરી શકાતો હોય તો તેને પણ ઘરનું જીમ સમજો.
જે સમજો તે, શરીરનું શાસ્ત્ર સમજો, કુદરતની રચના સમજો. કુદરત સાથે તાલમેલ, શરીર અને મનનો તાલમેલ, સંતુલન, શરીરની અને સ્વભાવની પ્રકૃતિ આ બધાને બહુ સારી રીતે આયુર્વેદમાં સમજવામાં આવ્યા છે અને સમજાવવામાં આવ્યા છે. તેની સાથે આધુનિક એલોપથીનો તાલ બેસાડવાનો છે. એટલે કહેવાને બદલે એટલું સ્વસ્થ થઈને સમજી લો કે ધનતેરસે અસલી ધન આરોગ્યનું છે. ધનતેરસે ધનની પૂજા કરવાની કોઈ ના નહીં પાડે, પણ ધનવંતરીની પણ પૂજા કરજો.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?