દૈનિક વપરાશમાં આજે પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ વધ્યો છે. પ્લાસ્ટિક ફકત પ્રદૂષણ નહીં આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. દરરોજ ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ પ્લાસ્ટીકના પેકિંગમાં હોય છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક બોટલને કરાયેલ એક સંશોધનનો રિપોર્ટ સામે આવ્યો છે. આ સંશોધનના રિપોર્ટ મુજબ પ્લાસ્ટીકનો વધુ પડતો વપરાશ કેન્સર જેવી ગંભીર બીમારીના શિકાર થઈ શકીએ છીએ.
પ્લાસ્ટીકની બોટલને લઈને કરાયું સંશોધન
સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટીકની આ બોટલોમાંથી નીકળતા નેનોપ્લાસ્ટિક કણો શરીરની અંદર પેટના કોષોને નુકસાન પહોંચાડે છે. નેનોપ્લાસ્ટિક્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી પેટના કોષો અને આંતરડાની બાહ્ય દિવાલો નબળી પડે છે. આ કણો શરીરના લાલ રક્તકણો પર પણ હુમલો કરે છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી બળતરા પણ થાય છે. મોટાભાગના લોકો દરરોજ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી, જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરે છે. આ બોટલોમાં કોઈપણ પીણું પીવું શરીર માટે હાનિકારક છે.
સ્વાસ્થ્ય માટે ખતરારૂપ પ્લાસ્ટીકનો ઉપયોગ
આ રીપોર્ટમાં સામે આવ્યું કે પ્લાસ્ટિકની બોટલો ગરમી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, જેના કારણે તેમાં થોડો બગાડ થાય છે. પ્લાસ્ટિક નાના કણોમાં તૂટી જાય છે જેથી તે નરી આંખે અદ્રશ્ય હોય છે. આ નાના કણોને નેનોપ્લાસ્ટિક્સ કહેવામાં આવે છે. તે ખૂબ જ ઓછા પાણીમાં ઓગળી જાય છે, અને જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીએ છીએ, ત્યારે તે આપણા પેટમાં પ્રવેશ કરે છે અને આપણા આંતરડાને નુકસાન પહોંચાડે છે. આ આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પણ વિક્ષેપિત કરે છે, જેના કારણે અપચો, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.
કિડની અને લીવરને કરશે નુકસાન પ્લાસ્ટીક
આ સંશોધનમાં પ્લાસ્ટિક બોટલોમાં રહેલા નેનોપ્લાસ્ટિક કણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ નેનોપ્લાસ્ટિક, શ્વાસમાં લીધા પછી, લોહીના પ્રવાહમાં ઓગળવા લાગે છે. આ કણો ઘરગથ્થુ ઉપયોગ માટે વપરાતી બોટલો, પાણી, પેકેજ્ડ પીણાં અને અન્ય હેતુઓમાં મળી આવ્યા હતા. આ સંશોધન ચેતવણી આપે છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ હવે માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે, આ ફક્ત પેટને જ નહીં પરંતુ અન્ય ઘણા અવયવોને પણ નુકસાન પહોંચાડે છે. તે કિડની અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે. જો આ બોટલોનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તે આ અવયવો માટે પણ ખતરો બની શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


