શરીરમાં કયારેક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાની આપણે અવગણના કરતા હોઈએ છીએ. પરંતુ આ સમસ્યા સતત થાય તો તે કેન્સર જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. કારણ કે મોટાભાગના કેન્સરના લક્ષણો શરૂઆતના તબક્કામાં દેખાતા નથી. આ લક્ષણો અન્ય બીમારી જેવા સામાન્ય હોય છે. એટલે જ લોકો તેને નજરઅંદાજ કરે છે પરંતુ તે વધુ ઘાતક બની જાય છે.
સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને ના અવગણો
કેન્સર રોગની સારવાર થાય છે. પરંતુ આજે પણ અનેક લોકોના મોત કેન્સરના કારણે થાય છે. એટલે જ આજે પણ આ રોગ વધુ ઘાતક માનવામાં આવે છે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જ્યારે પણ શરીરમાં કોઈ રોગ થાય છે, ત્યારે શરીરમાં થતા ફેરફારો પણ દેખાય છે. જો કે, શક્ય છે કે આ ફેરફારો એટલા નાના હોય કે તમે તેમને ગેરસમજ કરી શકો. આવી સ્થિતિમાં, જો તમે એક અઠવાડિયાથી આ છ લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો, તો તરત જ સાવધાન થઈ જાઓ.
શરીરમાં સતત દેખાતા લક્ષણો કેન્સરનો સંકેત
કોઈ પણ પ્રયત્નો વગર વજન ઘટતું હોય તો તેમાં ખુશ થવા જેવું કંઈ નથી. આ તમારા શરીરમાં કેટલાક ફેરફારોનું સંકેત હોઈ શકે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારી હોઈ શકે છે. આ સામાન્ય રીતે પેટ, અન્નનળી, ફેફસાં અને સ્વાદુપિંડના કેન્સરનું મુખ્ય લક્ષણ છે. પૌષ્ટીક આહાર અને સ્વસ્થ જીવનશૈલી બાદ પણ થાક લાગવો કેન્સરનું લક્ષણ હોઈ શકે. કેન્સરના કોષો ધીમે ધીમે શરીરને નબળા પાડે છે. આરામ પછી પણ તમે થાક અનુભવો છો. બ્લડ કેન્સરમાં આ લક્ષણો સામાન્ય છે. પ્રદૂષણ અને ધૂળને કારણે ઉધરસ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જયારે ઉધરસ સૂકી હોય અને તેની સાથે લોહી પણ હોય, તો તે ચેપને બદલે કેન્સરને કારણે હોઈ શકે છે. આ લક્ષણ ઘણીવાર ફેફસાં, ગળા અને થાઇરોઇડ કેન્સરમાં જોવા મળે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


