બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે. ધર્મેન્દ્રને શ્વાસમાં તકલીફ થતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. થોડા સમયમાં તેમની હાલતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી ઘરે લઈ જવાયા. ત્યારે એ સવાલ દરેકના મનમાં થવા લાગ્યો કે આખરે કયારે વ્યક્તિને વેન્ટિલેટર સપોર્ટની જરૂરત પડે છે. કોઈ દર્દીમાં એવા કયા લક્ષણો દેખાય છે કે ડોક્ટર તેમને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકે છે. આ બાબતે હેલ્થ એક્સપર્ટે વેન્ટિલેટરને બાબતે મહત્વની જાણકારી શેર કરી છે.
શું છે વેન્ટિલેટર, કયારે થાય છે તેનો ઉપયોગ
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ વેન્ટિલેટર એક મશીન છે જે દર્દીને શ્વાસ લેવામાં મદદ કરે છે. અર્થાત શરીરને ઓક્સિજન મળે માટે વેન્ટિલેટર દ્વારા દર્દી કૃત્રિમ રીતે શ્વાસ લે છે. વેન્ટિલેટરનો ઉપયોગ મોટાભાગે ત્યારે થાય છે જ્યારે દર્દીના ફેફસાં અથવા શ્વસન સ્નાયુઓ યોગ્ય રીતે કાર્ય કરતા નથી. સામાન્ય રીતે ફેફસાના ગંભીર રોગ, મોટી શસ્ત્રક્રિયા અથવા ગંભીર ચેપ દરમિયાન દર્દીઓને જરૂર પડે ત્યારે વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. ડોકટરો દર્દીના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સ્તર, શ્વસન પ્રયાસ અને એકંદર સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે જેથી વેન્ટિલેટરની જરૂર છે કે નહીં તે નક્કી કરે છે.
દર્દીને ક્યારે વેન્ટિલેટર સપોર્ટ જરૂરી, જાણો
દર્દીને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થાય ત્યારે વેન્ટિલેટરનો ઉપયોગ કરાય છે. જ્યારે ફેફસાં વાયુઓનું યોગ્ય રીતે વિનિમય કરવામાં અસમર્થ હોય છે, જેના કારણે ઓક્સિજનનો અભાવ થાય છે અને શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ઘણીવાર વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે. ગંભીર ઈજા અથવા બીમારીમાં પણ વેન્ટિલેટર દ્વારા દર્દીને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે. દર્દીને અકસ્માતમાં મોટી ઈજા, સ્ટ્રોક અથવા સેપ્સિસ જેવી સ્થિતિઓ શ્વાસ લેવામાં તકલીફ પેદા થતા વેન્ટિલેટરની જરૂર પડી શકે છે.
ગંભીર સમસ્યામાં દર્દીને વેન્ટિલેટર સપોર્ટ અપાય છે
ન્યુરોલોજીકલ સમસ્યાઓમાં જયારે દર્દીને સ્ટ્રોક, કરોડરજ્જુની ઇજા, અથવા સ્નાયુઓ નબળા પડવા લાગે છે. શ્વાસ લેવાના સ્નાયુઓ કામ કરવાનું બંધ કરી શકે છે, જેના કારણે વેન્ટિલેટરની જરૂર પડે છે. મોટી શસ્ત્રક્રિયા અથવા એનેસ્થેસિયા દરમિયાન પણ વેન્ટિલેટરનો ઉપયોગ કરાય છે. એનેસ્થેસિયા ઓપરેશન દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે, તેથી વેન્ટિલેટરની અસ્થાયી રૂપે જરૂર પડે છે. હૃદયની નિષ્ફળતા અથવા હૃદયરોગના હુમલા પછી, શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, આવી સ્થિતિમાં વેન્ટિલેટરની જરૂર પડી શકે છે.
વેન્ટિલેટર જરૂર છે કે નદીં દર્દીમાં આ સંકેતો
દર્દીને વેન્ટિલેટરની જરૂર છે કે નહીં તે નક્કી કરવા માટે ડોકટરો મુખ્ય સંકેતો શોધે છે. આ ચિહ્નોમાં શ્વાસ લેવામાં ભારે તકલીફ, લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું, લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધવું, મૂંઝવણ અને શ્વસન સ્નાયુઓનો થાક શામેલ છે.


