- સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં થઈ હતી ઝીકા વાયરસની ઓળખ
- એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે આ વાયરસ
- સૌથી વધુ જોખમ ગર્ભવતી મહિલાઓને રહે છે
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ઝીકા વાયરસના છ કેસ નોંધાયા છે, જેમાં બે ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. સગર્ભા સ્ત્રીઓને આ વાયરસથી સૌથી વધુ જોખમ રહેલું છે. જો કે આ વાયરસ નવો નથી પરંતુ 77-78 વર્ષ જૂનો છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં થઈ હતી. આ વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. મચ્છરની આ પ્રજાતિ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપ ફેલાવે છે. WHO અનુસાર, મોટાભાગના લોકો ઝીકા વાયરસના ઓછા લક્ષણો દર્શાવે છે.
ચોમાસામાં વધે છે મચ્છર સંબંધિત બીમારીનો ખતરો
વરસાદની સીઝન આવતા જ મચ્છર અને તેની સાથે સંક્રમિત બીમારીનો ખતરો વધે છે. મચ્છરના ફેલાવાથી થતી એક ખતરનાક બીમારી છે ઝીકા વાયરસ. તેનું ઈન્ફેક્શન મચ્છરના કરડવાથી ફેલાય છે. આ બીમારી એડીઝ મચ્છરથી ફેલાય છે જે દિવસના સમયે વધારે એક્ટિવ રહે છે. ઝીકા વાયરસથી થતું સંક્રમણ એટલું ખતરનાક હોય છે કે દર્દીએ હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. કોઈ પ્રેગનન્ટ મહિલાને આ સંક્રમણ થાય તો તેના ગર્ભમાં રહેલા બાળકના મગજ પર પણ ખરાબ અસર થાય છે. તો જાણો ઝીકા વાયરસના લક્ષણો અને બચાવની ટિપ્સને વિશે.
શું છે ઝીકા વાયરસ
આ વાયરસને માટે એડીઝની અનેક પ્રજાતિ જવાબદાર છે. તેમાંથી એડીઝ એલ્બોપિક્ટ્સ અને એડીઝ ઈજિપ્ટી જેને યલો ફીવર મોસ્કિટોના રૂપમાં ઓળખવામાં આવે છે. તેનાથી ઝીકા વાયરસના ફેલાવવાનો ખતરો રહે છે. તેમાં તાવ અને મેલેરિયના લક્ષણો જોવા મળે છે.
જાણો ઝીકા વાયરસના લક્ષણો
- તાવ આવવો
- સ્કીન પર રેશિઝ
- સાંધામાં દર્દ
- માંસપેશીઓમાં દર્દ
- માથું દુઃખવું
- ઉલ્ટી થવી
આ રીતે બચો ઝીકા વાયરસથી
- ઈંસેક્ટ રિપેલેંટનો કરો ઉપયોગ
- ફૂલ સ્લીવ્સના કપડા પહેરો
- બારી અને દરવાજા પર મચ્છરની જાળીનો ઉપયોગ કરો.
- શક્ય હોય તો મચ્છર દાનીનો ઉપયોગ કરો.
વાયરસ ફેલાવવાથી કેવી રીતે બચશો
આ વાયરસ જલ્દી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ સુધી પહોંચે છે. સંક્રમિત વ્યક્તિમાં લક્ષણો દેખાયા બાદ લગભગ 3 અઠવાડિયા સુધી લોકોથી અંતર બનાવીને રાખો. શારીરિક સંબંધો ટાળો. જ્યાં ઝીકા વાયરસના કેસ હોય ત્યાં જવાથી બચો.
Disclaier: આ લેખ વાચકોની જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ આ સાથે સહમત છે એમ માનવું નહીં.