આજકાલ લોકોને આપણે વધુ સુસ્ત જોઈએ છીએ. કેટલાક લોકોને હંમેશા કહેતા સાંભળીએ છીએ કે તેમને હંમેશા થાક બહુ લાગે છે. કોઈ કહે છે કે તેમને એટલી આળસ આવે છે કે કામ કરવાનું મન થતું નથી. હેલ્થ એક્સપર્ટ કહે છે કે આ લક્ષણો પ્રેમમાં પડવાના નહીં પરંતુ શારીરિક સમસ્યાના છે. આધુનિક જીવનમાં તણાવ વધ્યો છે. તેના કારણે લોકોમાં માનસિક થાક વધતા શરીર પર તેની અસર દેખાય છે. આ ઉપરાંત શરીરમાં કેટલીક વસ્તુની ઉણપ અને આ સમસ્યાના કારણે પણ શરીરમાં આ લક્ષણો દેખાય છે.
શરીરમાં આયર્નની ઉણપથી થાકનો અનુભવ
સ્વસ્થ શરીર માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. પરંતુ ચોક્કસ સમયે સંતુલિત આહાર ખાવાથી યોગ્ય લાભ મળે છે. આપણે યોગ્ય સમયે ખાવું જોઈએ અને યોગ્ય માત્રામાં બધા પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. આ આપણી રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે અને ઉર્જાનું સ્તર જાળવી રાખે છે. તેથી, જ્યારે આપણા શરીરમાં આયર્નની ઉણપ થાય છે, ત્યારે હિમોગ્લોબિનનું ઉત્પાદન પણ ઘટે છે. આનાથી શરીરના બધા કોષોને ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય છે, જેના કારણે આપણે થાક અનુભવીએ છીએ.
કોમ્પ્યુટર અને લેપટોપનો સતત ઉપયોગ
આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. AI યુગમાં લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. સતત સ્ક્રીન પર કામ કરવાના કારણે શરીરમાં કેટલીક સમસ્યા ઉદભવે છે. આ આધુનિક ઉપકરણોમાંથી આવતા રે કિરણો તમારી આંખો અને મગજને વ્યસ્ત રાખે છે. તેના કારણે તમે દિવસભર બેચેનીનો અનુભવ કરે છે. આના કારણે મગજ મેલાટોનિનનું ઉત્પાદન ઘટાડે છે, જેનાથી આપણે યોગ્ય સમયે સૂઈ શકતા નથી અને આપણા મગજને સક્રિય સ્થિતિમાં રાખી શકીએ છીએ. આ ઉપકરણો વધુ વ્યસ્ત રાખતા શારીરિક કે માનસિક આરામ મળતો નથી. તમે કયારેક ડિહાઈડ્રેશનનો પણ શિકાર થાવ છો.
માનસિક તણાવની શરીર પર અસર
માનસિક તણાવ એ થાક અને ચીડિયાપણુંનું સૌથી મોટું કારણ છે. માનસિક તણાવ પરોક્ષ રીતે તમારા આખા શરીરની કામગીરીમાં વિક્ષેપ પાડે છે. આનાથી ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મનને પણ ચિંતા અને હતાશાનો અનુભવ થાય છે. જેનાથી તમારા શરીરને હાઇ એલર્ટ પર મૂકી શકાય છે. આનાથી ઊંઘનો અભાવ થાય છે, જેના કારણે તમે તાજગીનો અનુભવ કરતા નથી. માનસિક તણાવની સમસ્યાના કારણે યુવાનો આજે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે.શક્ય બને ત્યાં સુધી આ સમસ્યાથી દૂર રહેવા લોકોના સંપર્કમાં રહેવું અને બહાર કયારેક ફરવા નીકળવું.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


