શાકભાજીમાં દૂધી બારેમાસ મળે તેમ ફળોમાં કિવી ફળ આખું વર્ષ મળતું ફળ છે. કેળાની જેમ આ પણ એક સુપરફૂડ ફળ છે જેના સેવનથી સ્વાસ્થ્યમાં અદ્ભૂત ફાયદા થાય છે. ચીકુ ફળ જેવા દેખાતા અને નાના લાગતા આ કિવી ફળમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે. આ ઉપરાંત કિવીમાં વિટામિન K, વિટામિન E, પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સ રહેલા છે. તેમજ ફાઈબર અને પોટેશિયમ પણ સારી માત્રામાં હોવાથી તેનું સેવન શરીરને રોગો સામે રક્ષણ આપે છે.
વિટામિન સીથી ભરપૂર કિવી ફળ
વારંવાર જે લોકો બીમાર પડતા હોય તેમણે ખાસ કિવી ફળનું સેવન કરવું જોઈએ. કારણ કે નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે તેઓ બિમારીના શિકાર થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સીથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ તેવું આરોગ્ય નિષ્ણાત પણ કહે છે. વિટામિન સી શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે અને શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. સાઇટ્રસ ફળોમાંથી સરળતાથી મેળવી શકો છો. કીવીમાં લગભગ 56-62 મિલિગ્રામ વિટામિન સી છે જ્યારે શરિરમાં વિટામિન સીની દૈનિક જરૂરિયાત 62 ટકા હોવાનું આરોગ્ય નિષ્ણાત કહે છે. આમ, કિવી ફળ વિટામિન સીથી વધુ સમૃદ્ધ હોવાથી તેના સેવનથી શરીરમાં ફાયદો થાય છે.
કિવી ખાવાથી શરીરમાં અદ્ભૂત ફાયદા
વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત કિવી ફળ છે. નબળા હાડકા મજબૂત કરવા તેનું સેવન કરવાથી લાભ થાય છે. ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ દૂર કરવા આ ફળનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં 92 ટકા જેટલો પાણીના ભાગ હોવાથી ગરમીના દિવસોમાં કિવીનું સેવન શરીરને હાઈડ્રેટ રાખે છે. લોહી વધારવા, પાચનને વ્યવસ્થિત કરવા, ઈમ્યૂન સિસ્ટમને શક્તિશાળી બનાવવા, ત્વચાને તંદુરસ્ત બનાવવા કિવીના સેવનથી શરીરમાં ગજબના ફાયદા જોવા મળશે. ખાલી પેટે આ ફળનું સેવન શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


