ચિયા સીડસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ બીજ દેખાવમાં ખૂબ નાના હોવા છતાં હેલ્થ તંદુરસ્તી માટેનો શક્તિશાળી સ્ત્રોત છે. ચીયા સીડસ ફાઇબર, ઓમેગા-3, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. આ બીજ પ્રચૂર માત્રામાં પોષકતત્વો હોવાના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં રામબાણ ઇલાજ છે. ચિયા સીડસ ખાદા બાદ કયારેક લોકો પાણી પી લેતા તેમને ફૂડ પાઈપ બ્લોક થઈ જવાની સમસ્યા જોવા મળી છે. આમ, તંદુરસ્તી માટે લેવાતા ચિયા સીડસ નુકસાન પણ કરે છે. ચિયા સીડસ ખાતા પહેલા આ બાબતનું જરૂર ધ્યાન રાખો. કેટલાક સંજોગોમાં તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પોષકતત્વોથી ભરપૂર ચિયા સીડસ
પોષકતત્વોથી ભરપૂર ચિયા સીડસ સ્વાસ્થ્યમાં ત્યારે જ લાભ કરે જ્યારે યોગ્ય રીતે ખાવામાં આવે. કોઈપણ વસ્તુ હોય તેને ખાવાની યોગ્ય પદ્ધતિ અને રીત હોય છે. તો તે સ્વાસ્થ્ય પર સારી રીતે અસર કરે છે. જો આ વસ્તુને ખોટી રીતે ખાવામાં આવે તો ફાયદો કરવાના બદલે નુકસાન કરી શકે છે. ફક્ત સોશિયલ મીડિયા અને ખોટી જાહેરાતો જોઈ ગમે તેમ વસ્તુનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ બીજનું સેવન કેટલાક લોકોમાં એલર્જી પેદા કરે છે. ચિયા સીડસનું સેવન કરવાથી કયારેક આ ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
ચિયા સીડસ, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
તમે ચિયા સીડસને પલાળ્યા વગર ખાશો તો તે પાણી શોષી શકે છે અને ગળામાં ફૂલી શકે છે. જેના કારણે ગૂંગળામણનું જોખમ વધશે. ગંભીર કિસ્સાઓમાં, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોવાથી વધુ પડતું ખાવાથી પેટ ફૂલવું, ગેસ અથવા કબજિયાત થઈ શકે છે. બીજ પાચન દરમિયાન પાણી શોષી લે છે. તેથી પલાળેલા બીજ ખાધા પછી પણ પાણી પીવું મહત્વપૂર્ણ છે, જેથી પેટમાં સોજો ન આવે. ઓટ્સ, બદામ, કઠોળ અથવા સફરજન જેવા વધુ પડતા ફાઇબરવાળા ખોરાક સાથે ચિયા બીજ ન ખાઓ. આનાથી પાચનતંત્ર ખરાબ થશે. તેનો વધુ સારી રીતે ફાયદો મેળવવા 20-30 મિનિટ અથવા રાતભર પાણી/દૂધમાં પલાળી રાખવા શ્રેષ્ઠ છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


