દરેક રસોડામાં આ વસ્તુ જરૂર હોય છે. ઘરમાં કોઈપણ શુભ પ્રસંગે અથવા ધાર્મિક કાર્યમાં બનતી મીઠાઈ આ વસ્તુ વગર અધૂરી છે. ઇલાયચી ભોજનો સ્વાદ વધારે છે. ઇલાયચી ફક્ત એક મસાલો નથી પરંતુ એક આર્યુવેદિક ઔષધિ છે. ઇલાયચી બે પ્રકારની હોય છે મોટી અને નાની. મોટી હોય છે તેને એલચો કહેવાય છે અને નાનીને ઇલાયચી કહેવાય છે. પરંતુ લોકભાષમાં બંનેને ઇલાયચી જ બોલાય છે.
મોટી ઇલાયચીનો મસાલામાં ઉપયોગ
મીઠાઈમાં નાની ઇલાયચીનો ઉપયોગ વધુ થાય છે. જ્યારે ગરમ મસાલા બિરયાની, પુલાવ, ચા અને કેટલીક વાનગીઓમાં જાડી એલચી એટલે કે એલચાનો ઉપયોગ થાય છે. નાની એલચી ખાવાના ફાયદા લગભગ તમામ લોકો જાણે છે, પરંતુ શું તમે જાડી એલચી ખાવાના લાભ ખબર છે. એલચો સ્વાસ્થ્ય માટે પણ અદ્ભુત છે. શરીર ડીટોક્સ કરવા આ કાળી અને મોટી ઇલાયચીના પાણીનું ખાલી પેટે સેવન કરવું. મોટી ઇલાયચી અનેક આર્યુવેદિક ગુણોથી ભરપૂર છે.
મોટી ઇલાયચીના ફાયદા
જાડી ઇલાયચીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા છે.આ ખાસ તત્વોના કારણે તેનું સેવન ત્વચા માટે પાચન સંબંધિ સમસ્યામાં ફાયદાકારક છે. ખાલી પેટે જાડી ઇલાયચીનું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. આ ઇલાયચીના સેવનથી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ મળે છે. તેમજ હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો થતા હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાના કારણે તેનું નિયમિત સેવન ત્વચા ચમકદાર બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાસ કરીને વરસાદી સિઝનમાં રોગ સામે લડવામાં રક્ષણ મળે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


