વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ ખાનપાનની અસર ચહેરા પર જલદી દેખાય છે. મહિલાઓના ચહેરા પર અકાળે વૃદ્ધત્વ દેખાવા લાગે છે. મહિલાઓએ યુવાન જેવી ટાઈટ સ્કીન રાખવા કેટલાક જરૂરી કામ કરવા જોઈએ. ખાસ કરીને 30 વર્ષની ઉમંર બાદ મહિલાઓએ પોતાની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો જોઈએ. ગૃહિણી હોય કે વર્કિંગ વુમન તેમણે અકાળે વૃદ્ધત્વ ટાળવા દૈનિક આહારમાં આ ડાયટફૂડને જરૂર સામેલ કરવા.
શરીટ ડિટોક્સ કરવા પાણી પીવો
અકાળે વૃદ્ધત્વ અટકાવવા અને યુવાન ત્વચા મેળવવા માટે શરીર ડિટોકસ થવું જરૂરી છે. આ માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહેશે અને ત્વચામાંથી શુષ્કતા દૂર થતા વધુ કોમળ થશે. શરીર હાઈડ્રેટ થવાથી ત્વચાની સ્થિતિસ્થાપકતાનું પણ રક્ષણ થશે. તમે સાદા પાણી ઉપરાંત ફળોમાંથી બનતા કોઈપણ જયુસને પણ પોતાના દૈનિક આહારમાં સામેલ કરી શકો છો. તમે ખાલી પેટે નારંગીનો જયુસ અને નાળિયેરનું પાણી પીશો તો શરીરને અઢળક ફાયદા થશે.
લીલા શાકભાજી અને ફળ ખાઓ
મહિલાઓ મોટાભાગે સ્વાદની શોખની હોય છે. તેઓ ફળ ખાવાના બદલે ટેસ્ટી ફૂડ ખાવાનું પસંદ કરે છે. પરંતુ 30 વર્ષની ઉંમર બાદ દૈનિક આહારમાં તમે ફળને સ્થાન અવશ્ય આપવું જોઈએ. ફળોમાં વિટામિન અને મિનરલ્સ શરીરમાં પોષકતત્વોની ઉણપ દૂર કરે છે. ફળોની જેમ, લીલા શાકભાજીનું સેવન તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સારું મનાય છે. લીલા શાકભાજીમાં ઘણા બધા વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે તેમજ વિટામિન A, C, K અને ફોલેટથી ભરપૂર હોવાથી દૈનિક આહારમાં તેનું સેવન ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવામાં મદદ કરે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


