ભારતીય મસાલામાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો ઉપચાર છુપાયેલો છે. ભોજનનો સ્વાદ વધારનાર અને જમ્યા બાદ મુખવાસમાં લેવાતી ઇલાયચી એક શ્રેષ્ઠ ઔષધિ છે. લીલી ઈલાયચી ફક્ત મીઠાઈનો સ્વાદ પરતું તેની ખુશ્બદાર સુગંધથી વાનગીનો ટેસ્ટ બમણો થાય છે. ઇલાયચીમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-માઇક્રોબાયલ જેવા ઘણા અન્ય ગુણધર્મો છે. કેટલાક લોકો ઈલાયચીનું સેવન ખૂબ ફાયદાકારક છે.
આ લોકોએ ખાસ ઇલાયચીનું કરવું સેવન
જે લોકોને ગેસ અને અપચોની સમસ્યા હોય છે, તેમના માટે દરરોજ એક એલચીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે વારંવાર બેચેનીની ફરિયાદ કરો છો, તો દરરોજ એક એલચી ખાવાથી તમને રાહત મળી શકે છે. દરરોજ એક એલચીનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણની સમસ્યામાં પણ રાહત મળે છે. જે લોકોને મુસાફરી કરતા અથવા હવાઈ મુસાફરી કરતા ઉબકા અને ઉલ્ટીનો અનુભવ થતો હોય તેમણે ઈલાયચીનું સેવન કરવાથી રાહત મળે છે. શ્વાસની તકલીફમાં ઇલાયચીના સેવનથી રાહત મળે છે.
આ રીતે ઇલાયચીનું કરવું સેવન
મુસાફરી કરતા પહેલા રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછી 2 એલચી ખાવી જોઈએ. અને બીજા દિવસે જ્યારે મુસાફરી શરૂ કરો ત્યારે મોં માં ઇલાયચી ચાવતા રહો. આ ઉપરાંત તેને પાણી અથવા દૂધ સાથે પણ લેશો તો સ્વાસ્થ્યમાં ફાયદો મળશે અને ઇમ્યુનિટી વધશે. કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ રહેલા છે. એટલે સવારે ખાલી પેટે ફક્ત 2 ઇલાયચી ખાવાથી પાચન સુધરે છે, રક્ત પરિભ્રમણ થાય છે અને હૃદયના સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


