આજકાલ લોકો વધતી સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મેળવવા દવાની સાઈડ ઇફેક્ટ થતી હોવાના કારણે ઘરેલુ ઉપચાર કરવા લાગ્યા છે. ત્વચાની સમસ્યા હોય કે વાળની સમસ્યા અથવા સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યામાં ચીયા સીડ્સનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ચીયા સીડસ પોષકતત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન-બી1, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, ફેટ અને ઝીંક જેવા પોષકતત્વો રહેલા છે.
ચીયા સીડ્સ બની શકે નુકસાનકારક
ચીયા સીડ્સના સેવનથી શરીરને ગજબ ફાયદા થાય છે. ચિયા સિડ્સમાં પાણીને શોષવાની અદભુત ક્ષમતા હોય હોવાથી ગરમીના દિવસોમાં શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખવા તેનું સેવન અદ્ભૂત લાભ આપે છે. ચિયા સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને વિટામિન હોવા છતાં કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક માનવામાં આવે છે.
આ લોકોએ ચીયા સીડસનું સેવન ટાળવું
પાચન સમસ્યા: વારંવાર ગેસ, પેટનું ફૂલવું અથવા કબજિયાત રહેતી તેવા લોકોએ ખાલી પેટે ચીયા સીડસનું સેવન ના કરવું. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોવાના કારણે કયારેક તમારા આંતરડા વધુ સંવેદનશીલ હોય તો તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.
લો બ્લડ પ્રેશરના દર્દીઓ : ચિયા સીડમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ બ્લડ પ્રેશર ઘટાડે છે. પરંતુ જો બ્લડ પ્રેશર પહેલાથી જ ઓછું હોય, ખાલી પેટે ચીયા પાણીનું સેવન બ્લડ પ્રેશર વધુ ઘટાડશે. તેના કારણે ચક્કર આવવા, થાક લાગવો અને બેભાન થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
એલર્જીની સમસ્યા : કેટલાક લોકોને ફૂડની એલર્જી થતી હોય છે. તેમ ચિયા બીજની પણ એલર્જી હોઈ શકે છે. જો તમને તલ, સરસવ અથવા ફુદીના જેવી વસ્તુઓથી એલર્જી હોય તો ચિયા સીડનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ખાસ દવા લેનાર લોકો : કેટલાક લોકો નિયમિત ખાસ પ્રકારની દવા લેતા હોય છે. જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમણે ચિયા સીડ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે ઓમેગા-3 ફેટી એસિડ લોહીને પણ પાતળું કરે છે. આવી સ્થિતિમાં, બંનેનું એકસાથે સેવન શરીરમાં રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


