શરીર સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર જરૂરી છે. આજકા લોકોમાં પીઝા અને પાસ્તા જેવા જંકફૂડનું સેવન વધ્યું છે. ખરાબા ખાનપાનની આદતના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ વધ્યું છે. અને જ્યારે બીમારી અને વાયરસ સંક્રમિત રોગોના શિકાર થાય છે ત્યારે તેઓ જુદા-જુદા નુસખા અજમાવે છે. આપણા ઘરના રસોડામાં જ આર્યુવેદનો ખજાનો છુપાયેલો છે. પરંતુ કઈ સમસ્યામાં કઈ વસ્તુ લેવી અને તેનો કયારે ઉપયોગ કરવો તે પણ જરૂર જાણવું જોઈએ.
જાણો લીમડાના પાન અને વરિયાળીના ફાયદા
પાચનતંત્રની સમસ્યામાં રાહત: લીમડાના પાનનો રસોઈમાં અનેક વાનગીમાં ઉપયોગ થાય છે. જ્યારે આ પાન શરીર ડિટોક્સ માટે પણ બેસ્ટ છે. ભોજન બાદ મુખવાસમાં વરિયાળી એટલા માટે ખાઈએ છીએ કે ખોરાકનું જલદી પાચન થાય અને એસિડિટીથી રાહત મળે. વરિયાળી સાથે દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન નાખી આ પાણીનું સેવન કરવાથી પાચનતંત્ર સંબંધિત પેટૂ ફૂલવું, ગેસ અને અપચાની સમસ્યા દૂર થાય છે.
વજન ઘટશે : વજન ઘટાડવા માટે આ ડ્રિંકસ બેસ્ટ ઘરેલુ ઉપચાર છે. સવારે ખાલી પેટે લીમડાના પાનની સાથે વરિયાળીનું પાણી પીવાથી શરીરનું વધારાનું ફેટ ફટાફટ ઘટવા લાગશે. શરીર ડિટોક્સ કરવા માટેનું આ બેસ્ડ ડ્રિંકસ છે. આ પાણી ચયાપચયને ઝડપી બનાવે છે, જે કેલરી બર્ન કરવાની પ્રક્રિયામાં સુધારો કરે છે.
ત્વચા અને વાળને સ્વસ્થ થશે : લીમડાના પાન વાળનો ગ્રોથ વધારશે. વાળ લાંબા અને કાળા કરવા તમે લીમડા પાનને તેલમાં નાખી ઉકાળો અને પછી આ તેલની સપ્તાહમાં બે વખત માલિશ કરો. લીમડાના પાન અને વરિયાળી બંનેમાં એન્ટીઑકિસડન્ટ રહેલું છે. આ ડ્રિંકસનું સેવન શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવશે અને ત્વચા ચમકદાર બનશે.
લીમડાના પાન અને વરિયાળીનું બેસ્ટ ડ્રિંકસ
સ્વાસ્થ્યમાં લાભ લેવા તમે આ બેસ્ટ ડ્રિંકસ બનાવવાની રીત જાણી લો. આ બેસ્ટ ડ્રિંકસ બનાવવા પહેલા એક તપેલીમાં 2 કપ પાણી ગરમ કરો. પછી તેમાં 10 -15 લીમડાના પાન અને 1 ચમચી વરિયાળી ઉમેરો. પછી ગેસ પર ધીમા તાપે 5-7મિનિટ સુધી આ પાણીને ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણી ગાળી લો. પછી સવારે ખાલી પેટે આ હુંફાળા પાણીનું સેવન કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )-


