લોકોમાં પેટ સંબંધિત ફરીયાદો વધી છે. ગેસ, અપચો અને કબજીયાતની સામાન્ય લાગતી સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની છે. સામાન્ય લાગતી આ સમસ્યા દરરોજ પેટ સાફ ના થવાના કારણે થાય છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા દવાઓથી લઈને ઘરેલુ ઉપચાર કરે છે. પરંતુ કેટલાક લોકો આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. આરોગ્ય નિષ્ણાતે આ બાબતે ચેતવણી આપતા કહ્યું કે પેટ સાફ ના થવું એક મોટી સમસ્યા બની શકે છે.
પેટ સાફ ના થવું, બીમારીનું જોખમ
આરોગ્ય નિષ્ણાતના મતે જે લોકોનું દરરોજ યોગ્ય રીતે પેટ સાફ ના થતું હોય તેમને બીમારીનું જોખમ રહે છે. કારણ કે પેટ સાફ ના થવાથી શરીરમાં ચયાપચય ક્રિયા મંદ પડે છે અને ફેટ જમા થવા લાગે છે. શરીરમાં ફેટનું પ્રમાણ વધતા સ્થૂળતાની સમસ્યા થાય છે અને સ્થૂળતા આગળ જતા સાંધાના દુખાવા જેવી બીમારીઓનું કારણ બને છે. આમ, વજન વધવાનું એક કારણ પેટ સાફ ના થવુ છે. પેટ સાફ ના થવાથી પાઈલ્સની સમસ્યા પણ થાય છે. આ ઉપરાંત શરીરમાં પેરીટોનાઇટિસની સમસ્યા પણ થઈ શકે છે જેમાં પેટની અંદરનું સ્તર ફૂલે છે જે આગળ જતા વધુ જોખમી સાબિત થાય છે. આ પાચનતંત્ર સાથે સંબંધિત રોગ છે. તમારે આ રોગને હળવાશથી ન લેવો જોઈએ
આ લોકોએ ડોક્ટરની લેવી મુલાકાત
જે લોકમાં યોગ્ય રીતે પેટ સાફ ના થતું હોય તેવા લોકો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડિત છે. દરરોજ પેટ સાફ ના થવાની સમસ્યાને સામાન્ય ગણી હળવાશમાં ના લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાત કહે છે કે આ લોકો આ બાબતે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કુદરતી રીતે પેટ સાફ ના થતું હોય તેવા લોકોએ રોજિંદા આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકને સામેલ કરવો. તેમજ દિવસભર 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી.


