શરીરને હાઈડ્રેટ રાખવા પાણી બેસ્ટ ડ્રિંક છે. દરરોજ લોકો 8 થી 10 ગ્લાસ તો પાણી પીવું જોઈએ તેવી ડોક્ટરો પણ સલાહ આપે છે. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને અનેક બીમારીઓથી દૂર રાખી શકીએ છીએ. ડોક્ટરો પણ લોકોને પૂરતા પ્રમાણમાં પીવાની ભલામણ કરતા હોય છે. ખાસ કરીને કેટલીક શારીરિક સમસ્યામાં સવારે ખાલી પેટે પાણી પીવાથી મોટી રાહત મળે છે.
ખાલી પેટે આ લોકોએ ના પીવું પાણી
હેલ્થ એક્સપર્ટ કહે છે કે પાણીનું સેવન શારીરિક તંદુરસ્તી માટે બેસ્ટ વિકલ્પ છે. પરંતુ, ખાલી પેટે અથવા વાસી મોં રાખીને પાણી પીવું આ લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે લોકોને મોં અથવા દાંત સંબંધિત રોગો હોય તેમણે ખાલી પેટે સીધું પાણી પીવાનું ટાળવું જોઈએ. જેમાં પાયોરિયા (પેઢાનો રોગ), મોંમાં ચાંદા અને મોંનું કેન્સર સહિતના રોગો સામેલ છે. આ લોકો ખાલી પેટે પાણી પીવે છે ત્યારે તેમના મોંઢામાં રહેલા લાળમાં હાનિકારક તત્વો અને ચેપ વધવાનું જોખમ રહે છે. અને તેઓ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવે તો લાળ પાણીની સાથે સીધું અંદર ઉતરી જતા હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશે છે.
આ બાબતોનું જરૂર ધ્યાન રાખવું
પૌષ્ટિક આહારની જેમ દિનચર્યામાં નિયમિત માત્રામાં પાણીનું સેવન થાક, નબળાઈ જેવી શરીરની સામાન્ય ફરીયાદો દૂર કરે છે. સ્વસ્થ લોકો માટે, લાળને કોગળા કરવાને બદલે ગળી જવું વધુ સારું છે. તેમણે કહ્યું કે તેમાં રહેલા ઉત્સેચકો પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જ્યારે મોંઢા સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે ખાલી પેટે વાસી પાણી હેલ્થને નુકસાન કરે છે. આ લોકોએ પાણી પીતા પહેલા સારી રીતે કોગળા કરવા જોઈએ. જેના કારણે મોંમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વો દૂર થાય. આવી નાની બાબતો પર સાવચેતી રાખવાથી આપણે મોંઢાના કેન્સર જેવા રોગોથી બચી શકીએ છીએ. યોગ્ય રીતે પાણી પીવાથી અને મૌખિક સ્વચ્છતાનું ધ્યાન રાખવાથી જ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકીએ.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


