સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા ડ્રાયફ્રૂટ ખાવાનું ચલણ વધ્યુ છે. તંદુરસ્ત રહેવા બદામ અને કાજુનું કેટલાક દરરોજ સેવન કરે છે. બજારમાં સૌથી વધુ કિંમત ડ્રાયફ્રૂટની હોય છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં મોંઘા કાજુ દરેક લોકો ખઈ શકતા નથી. તમે બજારના કાજુ નહી ઘરના કાજુ ખાઈ શકો છો. એટલે કે તમે જો ઘરે કાજુનો છોડ ઉગાડશો તો બજારમાં પણ નહીં જવુ પડે અને ભેળસેળ વગરના શુદ્ધ કાજુ મળશે.
ઘરે ઉગાડો કાજુનો છોડ
ઘરે આપણે જેમ તુલસી, મોગરો જેવા છોડ ઉગાડીએ છીએ તેમ યોગ્ય કાળજી રાખીને નાની જગ્યામાં પણ સરળતાથી કાજુનો છોડ ઉગાડી શકીએ છીએ. આ માટે તમે સૌ પ્રથમ કોઈપણ નર્સરીમાંથી કાજુના બીજની ખરીદી કરી લો. આ બીજ તાજા અને અકુંરિત હોવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો. તમારા ઘરના કુંડા અથવા પ્લાન્ટની જગ્યામાં રેતાળ માટી લો અને તેને ઓછામાં ઓછી 10 સેન્ટિમીટર ઊંડી રાખો. કાજુના બે ઝાડ વાવવા માટે, તેમની વચ્ચે ઓછામાં ઓછા 30 ફૂટનું અંતર રાખો.
કાજુનો છોડમાં રાખો ધ્યાન
કાજુના બીજને જયારે હાથમાં લો ત્યારે મોજા અવશ્ય પહેરો. કાજુના છોડ માટે તમારે નાઇટ્રોજન, ઝીંક અને ફોસ્ફરસ ધરાવતા ખાતરોનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ કાજુના ઝાડને ગરમ વાતાવરણની જરૂર પડતી હોવાથી આ છોડને એવા સ્થાન પર મૂકવો જયાં વધુ સૂર્યપ્રકાશ આવતો હોય. એટલે કે કાજુના ઝાડને એવી જગ્યાએ ઉગાડો જ્યાં દરરોજ 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે. અઠવાડિયામાં એકવાર કાજુના ઝાડને પાણી આપો. ઉનાળા દરમિયાન, તમારે અઠવાડિયામાં એકવાર ઝાડને પાણી આપવું જોઈએ, પરંતુ શિયાળામાં આ છોડને ઓછું પાણી આપી શકો છો. આ છોડ ઉગે ત્યારે નમી ના પડે માટે તમે કાજુના ઝાડને સીધા રાખવા માટે તમે લાકડીનો ઉપયોગ કરી શકો છો. આ ડ્રાયફ્રૂટમાં અસંખ્ય પોષક તત્વો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે વરદાન છે.


