આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. ભોજનમાં અનિયમિતતા, જંકફૂડનું સેવન, અને ઓછું પાણી પીવાની આદત દુર્લભ બીમારીનું કારણ બને છે. ખરાબ ખાનપાનનું સેવનના કારણે શરીરમાં નબળાઈ તેમજ યુરિક એસિડ અને કિડની સંબંધિત ફરિયાદ વધે છે. ઓછું પાણી પીવાની આદત કિડનીમાં પથરીનું જોખમ વધારે છે.
જાણો આ છે પથરીના લક્ષણો
પીઠમાં અને પેટમાં સતત દુખાવો , વારંવાર ઊલટી અને ઊબકા આવવા, કયારેક પેશાબમાં લોહી જવું અને પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થવી એ પથરીના દુખાવાનું લક્ષણ હોઈ શકે છે. પથરીનો આ ભયંકર દુખાવો પથરીની સાઈઝ અને તે ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે પથરી કિડની અને મૂત્રાશયમાં જોવા મળે છે. સામાન્ય રીતે પથરીની બીમારી 30થી 40 વર્ષની ઉંમર દરમિયાન અને સ્ત્રી કરતાં પુરુષોમાં ત્રણથી ચાર ગણી વધારે જોવા મળે છે. પરંતુ આજકાલ 20 વર્ષના યુવાનોમાં પણ આ સમસ્યા વધી છે.
પથરી દૂર કરવાનો ઘરેલુ ઉપચાર
પથરી દૂર કરવા તમે ઘરેલુ ઉપચાર કરી શકો છો. પેશાબ સાફ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પથરીનું નિદાન થયા બાદથી વિટામિન-સી યુકત આહારનું વધુ સેવન કરો. બીજોરાનો અને કારેલાનો રસનું સેવન કરવાથી પથરી ઓગળીને બહાર નીકળી જશે. તેમજ દ્રાક્ષ પથરી દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક છે. તમે દ્રાક્ષનો રસ અથવા સમયાંતરે દ્રાશ ખાઈ શકો છો. આ ઉપરાંત ડુંગળી અને અજમાનું સેવન કરવાથી પથરી દૂર થાય છે. વધુ પડતું મીઠું અને તેલયુક્ત ખોરાક ટાળો. શક્ય તેટલું ઓછું જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરો.જો પથરીનો દુખાવો તીવ્ર હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


