ભારતમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. વધારે વજનના કારણે લોકો સાંધાના દુખાવો સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. વધતી શારીરિક સમસ્યાના કારણે ડોક્ટર પણ લોકોને ફિટનેસનું ધ્યાન રાખવા સૂચન કર્યું છે. કોરોના સમયમાં લોકોને આરોગ્ય તંદુરસ્તી કેટલી જરૂરી છે તેનો ખ્યાલ આવ્યો. અને ત્યારબાદથી લોકો ફિટનેસ મામલે જાગૃત થયા છે. વજન ઘટાડવું આજે એક મોટો પડકાર બન્યો છે. ખાસ કરીને વર્કિંગ કરતા લોકો માટે કેવી રીતે વજન ઘટાડવું તે એક મોટી સમસ્યા બની છે.
મહિલાઓમાં મેદસ્વિતાનું વધુ પ્રમાણ
દેશમાં રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે મુજબ 24% સ્ત્રીઓ અને 23% પુરુષો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે. મોટાભાગે મહિલાઓ અને તેમાં પણ વર્કીંગ વુમનમાં મેદસ્વિતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. મહિલાઓએ વજન ઘટાડવા સાચા અભિગમ અને ધીરજ રાખવી જરૂરી છે. કારણ કે ફક્ત ક્રશ ડાયટ અથવા વધુ પડતી કસરત કરી વજન ઘટાડવાની સમસ્યાને દૂર કરી શકાતી નથી. એકસમયે વજન ઉતરી જાય છે પરંતુ ફરી પાછા જ્યારે તમે રુટિનમાં આવો છો ત્યારે ધીરેધીરે વજન વધવા લાગે છે. એટલે જરૂરી છે કે દિનચર્યામાં એવી વસ્તુઓ સામેલ કરો જેનાથી વજન ઘટાડવાની તમારી યાત્રા વધુ સરળ બને.
વજન ઉતારવા ટ્રાય કરો આ ટીપ્સ
નિષ્ણાત ફિટનેસ કોચના મતે ફટાફટ વજન ઉતારવું હોય સૌ પહેલા તમારે તમારી દીનચર્યાનું એક રુટિન સમયપત્રક બનાવવું પડશે. તમારા રોજિંદા આહારમાં પ્રોટિનયુક્ત ખોરાકને સામેલ કરો. ખાસ કરીને સવારના નાસ્તામાં સ્પ્રાઉટસ, ઓટ્સ, બાજરીમાંથી બનતા ભાખરી અને રોટલી તેમજ પ્રોટીન શેક જેવી વસ્તુથી શરૂઆત કરો. અને ટે દૈનિક કસરત કરવી મુશ્કેલ હોય તો ઘરના કામ પણ થાય તે પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓને ઉમેરો. હંમેશા તમારી સાથે શેકેલા ચણા અને મગફળી જેવી સ્વસ્થ અને પ્રોટીનયુક્ત વસ્તુઓ રાખો. જેના કારણે જ્યારે દિવસભર થોડી ભૂખ લાગે ત્યારે તે ખાઈ શકો છો. આમ, કરવાથી તમે તળેલા નાસ્તા અને જંક ફૂડ ખાવાથી દૂર રહી શકશો. આ સિવાય ચોક્કસ ઋતુમાં મળતા ફળો અને શાકભાજી સૌથી આરોગ્યપ્રદ હોય છે. તમારા આહારમાં તેનો સમાવેશ કરવો સ્વાસ્થ્ય માટે સારું છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


