હિમોગ્લોબીન, વિટામીન અને મિનરલ્સની યોગ્ય માત્રા શરીરને સ્વસ્થ રાખે છે. લોકોમાં વધતી સ્વાસ્થય સમસ્યાને લઈને એક મેડિકલ સંસ્થા દ્વારા સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધનમાં સામે આવ્યું કે શરીરમાં કોલેજન પ્રોટીનનું વધુ પ્રમાણ લોકો માટે ખતરો બન્યું છે. શરીરમાં કોલેજનનું વધુ પ્રમાણ દુર્લભ બીમારી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે તેવું સંશોધન ટીમ સાથે સંકળાયેલા એક આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું.
શું છે આ કોલેજન
કોલેજન એક પ્રોટીન છે જે સ્નાયુઓ, ત્વચા, વાળ અને સાંધાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત કોષોને ટેકો આપવા અને અંગોનું રક્ષણ કરવા માટે એક માળખા તરીકે આ કોલેજન કામ કરે છે. આપણે ખોરાકનું સેવન કરીએ છીએ ત્યારે આ પ્રોટીન આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ઉંમર વધવાની સાથે કોલેજનનું ઉત્પાદન કુદરતી રીતે ધીમું પડવા લાગે છે. અને તેની અસર ત્વચા અને શરીર પર દેખાય છે. ત્વચા પર કરચલીઓ, સાંધા કડક અને નબળાઈ એ શરીરમાં કોલેજનનું પ્રમાણ ઘટવાના કારણે આ ફેરફાર દેખાય છે.
વધતું કોલેજનનું સ્તર ખતરારૂપ
અને લોકો શરીરમાં થતા આ ફેરફાર રોકવા શરીરમાં કોલેજનનું સ્તર વધારવા પ્રયાસ કરે છે. આ માટે તેઓ બજારમાં ઉપલબ્ધ પાવડર, કેપ્સ્યુલ્સ અને પીણાંનું સેવન કરે છે. કોલેજન વધારનાર સપ્લિમેન્ટ લેવાનું શરીર માટે જોખમી બની શકે છે. આ અંગે હાથ ધરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસમાં, એમિલિન હાનિકારક ગઠ્ઠો બનાવી શકે છે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બને છે.
ડોક્ટરોએ આપી ચેતવણી
કારણ કે કોલેજન I એક સહાયક તરીકે કાર્ય કરે છે જે આ હાનિકારક ગઠ્ઠાઓને ઝડપથી બનાવે છે. આ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને વધુ નુકસાન પહોંચાડે છે અને ડાયાબિટીસને વધુ ખરાબ બનાવે છે.આમ, શરીરમાં કોલેજનનું વધુ પ્રમાણ ડાયાબિટીસ બીમારી માટે વધુ જોખમરૂપ છે. એટલે જ ડોક્ટરોએ કૃત્રિમ રીતે કોલેજન વધારનાર સપ્લિમેન્ટ લેવા સામે ચેતવણી આપી.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


