ટેસ્ટી અને ચટાકેદાર ખાવાના ચક્કરમાં લોકો હોટલનું અને સ્ટ્રીટ ફૂડ વધુ ખાય છે. ફક્ત બર્થે ડે પાર્ટી અથવા સ્પેશિયલ ફંકશનમાં જ હોટલમાં ખાતા નથી. આજકાલ વીકએન્ડમાં હોટલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું સામાન્ય બન્યુ છે. અને હોટલ માલિકો ગ્રાહકોને આકર્ષકવા અનલિમિટેડની સ્કીમમાં રાખે છે. જેમાં તેઓ ફસાઈને ઓવરઇટિંગ કરવા લાગે છે. આ ઓવરઇટિંગ હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે. પ્રખ્યાત હેલ્થ એક્સપર્ટે ઓવરઇટિંગને લઈને ટિપ્સ આપી છે.
હોટલમાં ઓવરઇટિંગથી બચવા એક્સપર્ટની ટીપ્સ
હેલ્થ એક્સપર્ટના મતે બહાર ખાતી વખતે વધુ પડતું ખાવું સામાન્ય છે, કારણ કે લોકો રેસ્ટોરન્ટમાં મળતા સ્વાદિષ્ટ, ઉચ્ચ કેલરીવાળા ખોરાકનો આનંદ માણે છે. જો કે, તમે કેટલીક સ્માર્ટ ટિપ્સને અનુસરીને પણ સ્વસ્થ ખાઈ શકો છો. જયારે હોટલમાં જાઓ ત્યારે તમે તળેલી, ક્રિસ્પી અથવા ક્રીમી વાનગીઓ કરતાં શેકેલા, બેક કરેલી અથવા બાફેલી વાનગીઓ પસંદ કરી શકો છો. તળેલા અથવા ક્રીમી ખોરાકમાં વધુ ચરબી હોવાથી સ્પ્રાઉટસ ચાટ અથવા હેવી સૂપ પીવાનું વધુ પ્રીફર કરો. વધુ પડતું ખાવાનું ટાળવા માટે કોલ્ડ ડ્રિંકસ અને આઈસક્રીમના બદલે સૂપ અને જયુસ પીવાનું પસંદ કરો.
પ્રોટીનયુક્ત હેલ્ધી સ્નેકસ ખાઓ
તમે બ્રેકફાસ્ટ માટે હોટલમાં ગયા હોવ તો હેલ્ધી સ્નેકસ ખાઓ. કોઈ સ્કીમના ચક્કરમાં પડયા વગર તમે બાફેલી વાનગી ખાઈ શકો છો. રેસ્ટોરાંમાં ફ્રાઈસ કે ચિપ્સને બદલે શાકભાજી કે સલાડ ખાઈ શકો છો. મોટાભાગની વાનગીઓમાં ઉચ્ચ કેલરીવાળા સાઈડ્સ હોય છે, જેને તમે સ્વસ્થ વિકલ્પો સાથે બદલી શકો છો. મારો આહાર મુખ્યત્વે પ્રોટીન આધારિત હોવો જોઈએ. કારણ કે તે ખોરાક ફક્ત પેટ જ નથી ભરતાં પરંતુ તમને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે.
હોટલમાં અનલિમિટેડ સ્કીમ લેવાનું ટાળો
જ્યારે તમે હોટલનું ભોજન ખાતા હોવ ત્યારે ધીમે ધીમે ચાવીને સભાનપણે ખાવાનો પ્રયાસ કરો. તમારા ખાવાની ગતિને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે જેથી તમારું શરીર સમયસર પેટ ભરાઈ ગયું છે તે સંકેત આપી શકે. આ ફક્ત પાચનમાં સુધારો કરતું નથી પણ વધુ પડતું ખાવાનું પણ અટકાવે છે. જો શક્ય હોય તો, બહાર ખાતી વખતે બ્રાઉન રાઇસ, ક્વિનોઆ અથવા શક્કરિયા જેવા આખા અનાજને પ્રાથમિકતા આપો. હંમેશા હોટલમાં અનલિમિટેડની સ્કીમ લેવાનું ટાળો. કારણ કે તેમાં તમે જરૂર કરતા વધુ ભોજન ખાશો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


