શિયાળામાં વાલોર પુષ્કળ પ્રમાણમાં મળે છે. વાલોર કે જેને વાલોર પાપડી કહેવાય છે તે શિયાળામાં ખવાતું સૌથી વધુ શાક છે. વાલોર પાપડીનું શાક ખાવાથી અનેક સમસ્યામાં રાહત મળે છે. વાલોર ભલે સ્વાદમાં સામાન્ય કડવી હોય છે પરંતુ તે ઔષધીય ગુણથી ભરપૂર છે. ઠંડીના દિવસોમાં ગળામાં દુઃખાવો થવો, ઉધરસ થવી તેમજ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સ જેવા અનેક રોગોમાં વાલોરનું સેવન અસરકારક સાબિત થાય છે.
વાલોર પાપડી ખાવાના જબરજસ્ત ફાયદા
ડાયાબીટીશની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓ પણ પાપડી વાલોરનો ઉપ્યોગ કરી શકે છે. વાલોરમાં રહેલ એન્ટીબાયોટીક ગુણ ડાયાબીટીશની સમસ્યા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. પેટના દુઃખાવામાં વાલોર ઉપયોગી છે. વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થતી હોય તો વાલોળ ના બીજ ને આગમાં શેકીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. વાલોરના બીજને ભેંસના દૂધમાં ક્રશ કરી પેસ્ટ બનાવી અલ્સર થયું હોય ત્યાં લગાવવાથી ચાંદામાં રાહત મળે છે. વાલોળના પાંદડા નો રસ કાઢીને ખંજવાળ વાળા ભાગ પર લગાવવાથી રાહત મળે છે. વાલોરમાં સારી માત્રામાં આયરન હોવાથી લોહીની ઉણપ દૂર કરવા તે ખાવાની નિષ્ણાત સલાહ આપે છે. પ્રોટીનથી ભરપૂર વાલોરનું સેવન હાડકાને મજબુત બનાવે છે, તેમાં સારી માત્રામાં ફાઈબર હોવાથી તે પાચનક્રિયાને મજબુત બનાવે છે.
પોષકતત્વોથી ભરપૂર છે વાલોર પાપડી
વાલોર પાપડીમાં કોપર, મેગ્નીશીયમ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. ગળું સોજી આવવું, ગળામાં દુઃખાવો થવો, તાવ આવી જવો, અલ્સર, વગેરે અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. પાપડી વાલોળના બીજના રસનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થઇ જ જાય છે. આ ઉપરાંત ઉલટી અને યુરિન સંબંધિત સમસ્યામાં આ બીજના રસથી રાહત મળે છે. ધ્યાનમાં રાખો વાલોરના બીજના રસના ઉકાળાની માત્રા 10-2૦ મિલી હોવી જોઈએ. સ્વાસ્થ્યમાં લાભ લેવા તમે વાલોર પાપડીમાં બટાકા, રીંગણ અને મેથી નાખી સ્વાદિષ્ટ શાક બનાવી ખાઈ શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


