આજના વ્યસ્ત જીવનમાં લોકો સમસ્યાના વધુ શિકાર થઈ રહ્યા છે. શારીરિક સ્વાસ્થ્યની ફરિયાદો વધી છે. અને એટલે જ ખોરાકથી લઈને જીવનશૈલી તમામ વસ્તુનું ધ્યાન રાખવું એક પડકાર લાગે છે. ખરાબ ખાવાની આદતોને કારણે પણ મોંઢાંમાં ચાંદી પડવી જેવી સામાન્ય સમસ્યા થાય છે. આ સમસ્યાને વધુ અવગણવામાં આવે તો તે આગળ જતાં અલ્સર બીમારીનું જોખમ વધારે છે.
મોંઢાના ચાંદાની સમસ્યાથી પરેશાન
મોંઢામાં પડતી ચાંદી ભલે નાની દેખાય પરંતુ ખૂબ પીડાદાયક છે. મોંઢાની ચાંદીના કારણે ખાવાપીવામાં અને બોલવામાં તેમજ વાતચીત કરવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને કાયમી રીતે દૂર રાખવી હોય તો દૈનિક આહાર જ શ્રેષ્ઠ ઉપાય છે. તમે રોજિંદા ખોરાકમાં એવી વસ્તુઓને સામેલ કરો જે મોંઢામાં ચાંદી થવાની સમસ્યાથી દૂર રાખી શકે. વારંવાર મોંઢામાં ચાંદી પડવાની સમસ્યા થતી હોય તો તેમાં રાહત મેળવવા માટે વ્યક્તિએ આયર્ન અને પોષણથી ભરપૂર ખોરાકનું સેવન કરવું. આ આહારના સેવનથી માત્ર મોંઢાની ચાંદીમાંથી રાહત મળશે સાથે અનેક સ્વાસ્થ્ય લાભ પણ થશે.
મોંઢાના ચાંદા, ઘરેલુ ઉપચાર
આ ખોરાકનું સેવન મોંઢાની ચાંદીમાં વધુ ફાયદાકારક રહેશે.રોજિંદા આહારમાં તમે ખોરાકમાં દહીં અને છાશનો સમાવેશ કરો. દરરોજ એક વાટકી દહીં ખાવાથી મોંમાં બળતરા ઓછી થાય છે અને અલ્સરની તીવ્રતા ઓછી થાય છે. જ્યારે પાલક, મેથી અને કાલે જેવા લીલા શાકભાજીમાં ફોલિક એસિડ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ તત્વો કોષોને ઝડપથી સુધારવામાં અને મોઢામાં નાના ઘા કે અલ્સરને મટાડવામાં મદદ કરે છે. જામફળ, લીંબુ, નારંગી અથવા ખાટા ફળોમાં આ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. આ આહારના સેવનથી ફક્ત મોંઢાનીં ચાંદી જ નહીં અલ્સર અને પેઢામાં સોજો આવવા જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.


