લોકો પોતાની ફિટનેસને લઈને વધુ જાગૃત બન્યા છે. અત્યારે શિયાળાની ફૂલગુલાબી ઠંડી પડી રહી છે. આપણે રોડ ઉપર અને બગીચામાં લોકોને કસરત કરતા દેખીએ છીએ. ઠંડીમાં સ્વટેર અને પગમાં સૂઝ પહેરી યુવાનો અને વડીલો ચાલવા નીકળી પડે છે. જો કે કેટલાક લોકો કામની વ્યસ્તતા અને ઓફિસના મોર્નિંગ ટાઈમના કારણે વહેલી સવારે ચાલી શકતા નથી. હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે આજકાલ હવામાન બદલાયું છે. પ્રદૂષણની સમસ્યા મોર્નિંગમાં પણ જોવા મળે છે. જો તમે મોર્નિંગમાં ચાલવા ના જઈ શકો તો અફસોસ ના કરશો. કારણ કે રાત્રે ચાલવાથી પણ શરીરને જબરજસ્ત ફાયદા થાય છે.
રાત્રિના ભોજન બાદ ચાલવું જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે લોકો સવારે લાઈટ ભોજન કરવા લાગ્યા છે. અને રાત્રિના ડિનરમાં તેઓ પનીર ભાજી, પરોઠા અને દાલફ્રાય જેવું હેવી ભોજન કરે છે. સવારે ઓફિસમાં સૂપ અને સલાડ જ ખાય છે અને રાત્રિના ભોજનમાં મસાલેદાર, પીઝ્ઝા અને બર્ગર જેવી ચટાકેદાર વાનગીઓ ખાય છે. આ ખોરાક ખાધા બાદ થોડા સમયમાં જ તેઓ સૂઈ જાય છે. આમ, કરવાથી શરીર બીમારીનું ઘર થવા લાગે છે. કારણ કે રાત્રિ દરમિયાન કરાતું ભારે ભોજન પચવામાં સમય લાગે છે. આ ખોરાકનું યોગ્ય રીતે પાચન ના થતા કબજીયાત, સાંધાનો દુખાવો, પેટની સમસ્યા જેવી ફરિયાદ વધે છે. એટલે શક્ય બને તો રાત્રે ભોજન કર્યાના અડધા કલાક પછી જરૂર ચાલવું જોઈએ. ડિનર બાદ તમે 15 થી 20 મિનિટ ચાલશો તો શરીરમાં આ ફાયદા થશે.
રાત્રિના ભોજન બાદ ચાલવાથી શરીરને થશે ફાયદો
ખાધા પછી ચાલવાનો સૌથી મોટો ફાયદો પાચનમાં સુધારો છે. શરીરની હળવી હિલચાલ પેટ અને આંતરડાને સક્રિય કરે છે, જેનાથી ખોરાક ઝડપથી અને યોગ્ય રીતે પચી જાય છે. સંશોધન સૂચવે છે કે નિયમિત ચાલવાથી ગેસ, એસિડિટી અને પેટમાં ભારેપણું જેવી સમસ્યામાં રાહત મળે છે. અને ટ, આંતરડા, લીવર અને કોલોન જેવા કેન્સરનું જોખમ પણ ઘટાડવામાં પણ મદદ મળે છે. રાત્રિભોજન પછી ચાલવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે, આ પ્રથા કોઈપણ દવા જેટલી જ અસરકારક છે. વજન ઘટાડવા માટે કસરત અને આહાર જરૂરી છે, પરંતુ ભોજન પછી ચાલવાથી કેલરી બળે છે અને કેલરીની ઉણપ સર્જવામાં મદદ મળે છે. આ આદત ધીમે ધીમે વજન વધતું અટકાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતનું સૂચન, 10 મિનિટ ચાલવું
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરેક ભોજન પછી 10 મિનિટનું હળવું ચાલવું એક સમયે 30 મિનિટ ચાલવા કરતાં વધુ અસરકારક હતું. રાત્રિભોજન પછી ચાલવું એ કોઈ ભારે કસરત નથી, પરંતુ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક નાનો પણ ખૂબ અસરકારક રસ્તો છે. આ આદત પાચનમાં સુધારો કરે છે, ખાંડ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયને મજબૂત બનાવે છે અને વજન વધતું અટકાવે છે. નિષ્ણાતો પણ કહે છે કે ફિટ રહેવું હોય તો રાત્રિના ભોજન બાદ જરૂર ચાલો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


