રસોઈ બાદ વધતા ભોજનને મોટાભાગના લોકો કચરામાં નાખી દે છે. અથવા તો કેટલીક ગૃહણિઓ આ ભોજન કોઈ વ્યક્તિને આપી દે છે. આ વાસી ખોરાક હોવાના કારણે મોટાભાગની મહિલાઓ તેનો ફરી ઉપયોગ કરતી નથી. કારણ કે હેલ્થ કોન્સિયસ લોકો એવું માને છે કે વાસી ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
કરો વાસી ભાતનો ઉપયોગ
રાત્રિભોજન કે બપોરના ભોજન બાદ જે ખોરાક વધે છે તેને ફેંકવાના બદલે તમે ફરી ઉપયોગ કરી શકો છો. અને આ વાસી ખોરાકમાંથી તમે ફક્ત રસોઇ બનશે નહીં પરંતુ સ્વાદિષ્ટ વાનગી બનશે કે પરીવારના લોકો આંગળા ચાટતા રહી જશે. ખાસ કરીને જ્યારે મહેમાનોનું ઘરે આગમન થાય ત્યારે અથવા ઘરે કોઈ શુભ પ્રસંગે રોટલી વધતી જ હોય છે. આ રોટલીનો સ્માર્ટ ગૃહિણી ઉપયોગ કરી લે છે. મહિલાઓ વાસી રોટલીનો ચેવડો, વાસી રોટલીમાંથી ફ્રેન્કી અને વાસી રોટલીના લાડવા બનાવે છે. પરંતુ બહુ ઓછી મહિલાને ખબર છે કે તમે વાસી ભાતમાંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો.
વાસી ભાતની ટેસ્ટી વાનગી
વાસી ભાતમાંથી તમે કટલેટની વાનગી બનાવી શકો છો. તેમાં બાફેલા બટાકા અને જરૂરી મસાલો નાખી કટલેટનો આકાર આપો. જે લોકો મીઠાઈ ખાવાના શોખીન છે તેઓ વાસી ભાતની ખીર બનાવી ખાવાનો આનંદ લઈ શકે છે. આ માટે પહેલા દૂધ ઉકાળી તેમાં એલચી પાવડર, ખાંડ અને સૂકા ફળો ઉમેર્યા બાદ છેલ્લે રાંધેલા ભાત ઉમેરો. તમે વાસની ભાતના મૂઠિયા, ચીલા અને ઇડલી પણ સરળતાથી બનાવી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


