મખાના સુપરફૂડ છે. પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત મખાના શાકાહારી લોકો માટે એક વરદાન છે. મખાનામાં વિટામિન A, વિટામિન B5, નિયાસિન, વિટામિન E, વિટામિન K, બી-કોમ્પ્લેક્સ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આ સુપરફૂડના સેવનથી સ્નાયુ મજબૂત થશે તેમજ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ ટોનિક માનવામાં આવે છે. જો કે કિડની સંબંધિત સમસ્યામાં મખાનાનું સેવન હાનિકારક છે.
હેલ્થ એક્સપર્ટનું સૂચન
એટલે જ લોકોમાં મૂંઝવણ છે કે મખાનાનું કેવી રીતે સેવન કરવું જેથી સ્વાસ્થયમાં લાભ થાય. કેટલાક લોકો મખાનાને સવારે ખાલી પેટ સેવન કરવાનું કહે છે. લોકોમાં મખાનાના સેવનને લઈને જુદી-જુદી માન્યતા છે. પરંતુ હેલ્થ એકસપર્ટે મખાનાના સેવન કરવાને લઈને સ્પષ્ટતા કરી છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કાચા અને બાફેલા બંને રીતે મખાના ખાઈ શકીએ છીએ. પરંતુ રાતભર પલાળી રાખેલા મખાના નબળા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જો તમે આ રીતે સેવન કરશો મખાનાના સેવનથી આરોગ્ય તંદુરસ્ત રહેશે.
રાત્રે દૂધ સાથે મખાનાના અઢળક લાભ
હેલ્થ એક્સપર્ટના મતે હાડકા નબળા હોય તેવા લોકોએ દૂધમાં મખાનાનું સેવન કરવું. દરરોજ દૂધમાં પલાળેલા ખાવાથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળશે. કારણ કે દૂધ અને મખાના બંને કેલ્શિયમના સારા સ્ત્રોત છે. અને બંનેનું એકસાથે સેવન હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરશે. દૂધમાં પલાળેલા મખાના ખાવાથી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને એમિનો એસિડ ત્વચાને ચમકાવવામાં અને કોલેજન વધારવામાં મદદ કરે છે. ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને તે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે રાત્રે એક બાઉલમાં 2 કપ દૂધમાં થોડા મખાના નાખો. અને બીજા દિવસે તમે કાચા અથવા ગરમ કરીને હૂંફાળા દૂધ સાથે મખાનાનું સેવન કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


