આપણે અનેક લોકો પાસેથી માથામાં દુખાવો રહેતો હોય તેવી ફરિયાદ સાંભળીએ છીએ. કેટલાક લોકો સવારે ઉઠતી વખતે ભારેપણું અથવા તીવ્ર માથાનો દુખાવો અનુભવે છે. આ દુખાવો ઘણીવાર સામાન્ય માનવામાં આવે છે , પરંતુ સતત માથાનો દુખાવો શરીરમાં સમસ્યાનું સંકેત હોઈ શકે છે . ઊંઘનો અભાવ , તણાવ , માઈગ્રેન , ડિહાઇડ્રેશન અને સ્લીપ એપનિયા સહિતના ઘણા પરિબળો સવારના માથાના દુખાવામાં ફાળો આપે છે . નિષ્ણાતો કહે છે કે સવારે માથાનો દુખાવો જાગતી વખતે મગજની સંવેદનશીલતામાં વધારો થવાને કારણે પણ થાય છે, જેના કારણે તે અનુભવાવાની શક્યતા વધુ હોય છે . સવારે માથાનો દુખાવો શા માટે થાય છે અને તેનું આ છે કારણ.
માથામાં દુખાવાનું આ કારણ
સવારે ઉઠયા બાદ માથામાં થતો દુખાવાના ઘણા કારણો છે. રાત્રે પૂરતી ઊંઘ ન આવવી , વારંવાર જાગવું અને મોડી રાત સુધી સ્ક્રીન સામે જોતા રહેવું તેના કારણે આ દુખાવો જોવા મળે છે. ઊંઘનો અભાવ મગજમાં તણાવ પેદા કરે છે, અને સવારે ઉઠયા બાદ માથું દુખવા લાગે છે. વધુ પડતા તણાવને કારણે સ્નાયુઓ કડક થઈ જાય છે, ખાસ કરીને ગરદન અને ખભામાં સખત પેઈન થાય છે. આ દુખાવો રક્ત પ્રવાહને અસર કરે છે, જેના કારણે સવારે ઉઠતાની સાથે જ તણાવ- પ્રકારનો માથાનો દુખાવો થાય છે.
સતત માથાનો દુખાવો, બીમારીનો સંકેત
ઘણા લોકો દરરોજ સવારે ઉઠયા બાદ માથાના દુખાવાની ફરિયાદ કરતા હોય છે. સતત સવારે માથાનો દુખાવાનું કારણ સામાન્ય નહી પરંતુ કોઈ બીમારીનો સંકેત છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જે માઈગ્રેનથી પીડાય છે. માઈગ્રેન થવાનું કારણ ઊંઘનો અભાવ , તેજસ્વી પ્રકાશ, બદલાતા હવામાન હોઈ શકે છે. આ ઉપરાંત ખાલી પેટે સૂવાથી પણ માઈગ્રેન થઈ શકે છે , જેના કારણે સવારે તીવ્ર દુખાવો થાય છે .સ્લીપ એપનિયાને કારણે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી . આનાથી ગંભીર માથાનો દુખાવો , ચક્કર અને જાગતી વખતે ભારેપણું પણ થઈ શકે છે . સતત નસકોરાં બોલવા એ પણ આ સ્થિતિની નિશાની હોઈ શકે છે .
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


