કિડનીમાં પથરીના લક્ષણો સામાન્ય હોવાથી મોટાભાગના લોકોને તેને અવગણે છે. પેટમાં થતા દુખાવાને ગેસ અથવા અપચાનું કારણ માની અવગણીએ છીએ. જ્યારે કમરમાં થતા દુખાવાને વજન ઉંચકવાના કારણે થતો હોવાનું માની નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ શરીરમાં વારંવાર પેટમાં અને કમરમાં દુખાવો રહેતો હોય તો તે કિડનમાં પથરી હોવાનો સંકેત છે.
હેલ્થએક્સપર્ટે કર્યું આ ખાસ સૂચન
હેલ્થ એક્સપર્ટના મતે, બિનઆરોગ્યપ્રદ આહાર અને જીવનશૈલીને કારણે કિડનીમાં પથરી થવાની સમસ્યા વધી છે. લોકોમાં કીડનીમાં પથરીની સમસ્યા જોવા મળે છે તે અલગ-અલગ હોઈ શકે છે. એટેલ કે કિડનીમાં પથરી ઘણા કારણોસર બની શકે છે. ચાર પ્રકારના કિડની સ્ટોન હોય છે. જેમાં કેલ્શિયમ સ્ટોન, સ્કુવિટા સ્ટોન, એસિડ સ્ટોન અને સિસ્ટાઇન સ્ટોન. શરીરમાં કિડની સ્ટોન અટકાવવા દરરોજ ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. જો આપણે યોગ્ય વસ્તુઓ ખાઈએ અને પીઈએ તો કિડની સુરક્ષિત રહી શકે છે. આ ઉપરાંત કેટલાક એવા આહાર છે જેના કારણે કિડનીમાં પથરીનું જોખમ વધે છે. આ આહારને આજથી ભોજનમાં દૂર કરી દો.
કિડનીમાં પથરીનું જોખમ વધારનાર ફૂડ
રોજિંદા આહારમાં તમે ઓક્સાલેટથી ભરપૂર પાલક, બીટ, શક્કરીયા, સૂકા ફળો, ભીંડા, સ્ટ્રોબેરી, ચોકલેટ અને કાળી ચા જેવા ખોરાકનું સેવન કરો તો પથરીનું જોખમ વધે છે. પથરીનું જોખમ ઘટાડવા માટે દૂધ અથવા દહીં જેવા કેલ્શિયમયુક્ત ખોરાક સાથે આ ખોરાકનું સેવન કરવું. સ્વસ્થ રહેવા ચિકન, મટન, માછલી, ઈંડા અથવા લાલ માંસ વધુ પડતા પ્રોટીનનો ખોરાક પણ નુકસાનકારક બની શકે છે. આ પ્રાણી પ્રોટીનનો વધુ પડતું સેવન પેશાબમાં યુરિક એસિડ અને કેલ્શિયમ વધારવાના કારણે પથરીનું જોખમ વધે છે. આ ઉપરાંત ભોજનમાં ઉપરથી મીઠું લેવાની અને પ્રોસેસ્ડ નાસ્તા, એનર્જી ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડની આદત પથરીનું જોખમ વધારે છે. કારણ કે તેમાં સોડિયમનું વધુ પ્રમાણ પેશાબમાં કેલ્શિયમ વધારતા પથરીની શકયતા અનેકગણી વધી છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


