આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. લોકો પોતાની ફિટનેસને લઈને વધુ જાગૃત પણ થયા છે. ફક્ત શારીરિક સુંદરતા જ નહીં સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા પર પણ ધ્યાન આપી રહ્યા છે. ફિટ રહેવા લોકો ઘરેલુ ઉપચારથી લઈને આર્યુવેદિક ઔષધિનો ઉપયોગ કરી રહ્યા છે. બીમારી દૂર રાખવા માટે અનેક આર્યુવેદિક દવાઓનો ઉપયોગ કરવાનું લોકોમાં ચલણ વધ્યું છે. આર્યુવેદમાં ત્રિફળાને જડીબુટ્ટી કહેવાય છે. અને ત્રિફળાનું પાણી શરીર માટે ચમત્કારી માનવામાં આવે છે. આ પાણીનું સેવન તમને અનેક બીમારીઓ દૂર રાખવાનો રામબાણ ઇલાજ છે.
આયુર્વેદમાં ત્રિફળા શ્રેષ્ઠ ઔષધિ
ત્રિફળા આયુર્વેદમાં સૌથી લોકપ્રિય ઔષધિઓમાંની એક છે. તે ત્રણ ફળોમાંથી બનાવવામાં આવે છે. ત્રિફળામાં આમળા, હરડે અને બહેડાનો ઉપયોગ કરાય છે. સદીઓથી આયુર્વેદમાં વિવિધ બીમારીઓમાં રાહત મેળવવા ત્રિફળાનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. ત્રિફળાનો પાઉડર, ત્રિફળાનું ચૂર્ણ, ત્રિફળાની ફાકીને પેટની આંતરીક સમસ્યાથી લઈને ખીલ જેવી સ્કીનની સમસ્યામાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્રિફળાનું પાણીનું શિયાળામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. દરરોજ રાત્રે, ખાસ કરીને સૂતા પહેલા, ત્રિફળા પાણી પીવું અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જાણો ત્રિફળાનું પાણી કેટલું ગુણકારી છે.
ત્રિફળા પાણીના ફાયદા
પાચનમાં ફાયદાકારક : ત્રિફળાને કુદરતી સફાઈ કરનાર માનવામાં આવે છે. તે પેટને નરમાશથી સાફ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. દરરોજ ત્રિફળાનું પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે, ગેસ અને એસિડિટી ઓછી થાય છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. સૂતા પહેલા ત્રિફળાને હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે.
ત્વચાની સમસ્યા દૂર કરે છે : ત્રિફળા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે મુક્ત રેડિકલની અસરો ઘટાડીને સ્વસ્થ ત્વચા જાળવવામાં મદદ કરે છે. તેનું પાણી દરરોજ પીવાથી ખીલ ઓછા થાય છે, કાળા ડાઘ અને પિગમેન્ટેશન ઓછા થાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે. તે શરીરને અંદરથી સાફ કરે છે, ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે.
વાળ સ્વસ્થ રાખે છે : ત્રિફળા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો સ્વસ્થ ખોપરી ઉપરની ચામડી જાળવવામાં, ખોડો ઘટાડવામાં, વાળ ખરવાને ઘટાડવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : ત્રિફળા ચયાપચયમાં સુધારો કરે છે અને ચરબી તોડવામાં મદદ કરે છે. રાત્રે તેનું સેવન કરવાથી ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન મળે છે, જે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. વધતા વજનને નિયંત્રણાં રાખવા ત્રિફળાનું પાણી જબરજસ્ત રામબાણ ઇલાજ છે.
આ પણ વાંચો : Diabetes Diseases : બ્લડ સુગર હાઈ થતા શરીરમાં દેખાશે આ સંકેતો, ભુલથી પણ ના કરો ઈગ્નોર


