શિયાળામાં શરદી અને ઉધરસ સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પણ વધે છે. વધતી ઠંડીની અસર ત્વચા અને શરીર પર થાય છે. ઠંડીનું પ્રમાણ વધતા લોકોમાં સાંધામાં દુખાવાની ફરિયાદ વધે છે. ઉંમર વધતા આપણા હાડકાં નબળા પડવા લાગે છે. હાડકાં સતત નબળા પડતા આગળ જતા ઓસ્ટીયોપોરોસિસ બીમારીનું જોખમ વધે છે. ખાસ કરીને 50 વર્ષ બાદ લોકોમાં પગના દુખાવાની ફરિયાદ વધવા લાગે છે. પરંતુ આજકાલ ખોટી ખાનપાનની આદતના કારણે હવે યુવાનીમાં પણ હાડકાં નબળાં થવા લાગે છે.
સતત સાંધાના દુખાવો બની શકે ઓસ્ટીયોપોરોસિસનું કારણ
સામાન્ય રીતે અત્યારે હવે 40થી 45 વયના લોકો પણ સાંધાના દુખાવાના સમસ્યાના શિકાર થવા લાગ્યા છે. ઓસ્ટીયોપોરોસિસ જેવી ગંભીર બીમારીથી બચવા હાડકાં મજબૂત કરવા જોઈએ. યોગ્ય ખોરાક અને હળવી કસરતથી તમારા હાડકાંને મજબૂત રાખી શકો છો. હાડકાં મજબૂત રાખવા માટે શરીરમાં કેટલાક પોષકતત્વો હોવા જરૂરી છે. હાડકા મજબૂત રાખવા માટે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની પૂરતા પ્રમાણમાં હાજરી જરૂરી છે. તમારા હાડકાં મજબૂત રાખવા તમે કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાકને દૈનિક આહારમાં સ્થાન આપો. આ આહારનું નિયમિત સેવન હાડકા ફોલાદ જેવા મજબૂત બનાવશે.
આ ખોરાક હાડકા રાખશે મજબૂત
ડેરી ઉત્પાદનોમાંથી તમને કેલ્શિયમ અને વિટામિન ડી સારા પ્રમાણમાં મળશે. દૈનિક આહારમાં દૂધ, દહીં અને ચીઝનો સમાવેશ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમ અને વિટામિનનો સારો સ્ત્રોત છે. કોબી, બ્રોકોલી અને પાલક – માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન K થી પણ સમૃદ્ધ છે. વિટામિન K હાડકાં સાથે કેલ્શિયમને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત આ ખોરાક
બદામ, ચિયા બીજ અને તલ કેલ્શિયમના ઉત્તમ શાકાહારી સ્ત્રોત છે. બદામ અને ચિયા બીજમાં મેગ્નેશિયમ હોય છે, જે કેલ્શિયમને સક્રિય કરવા માટે જરૂરી છે. શરીર ફક્ત ત્યારે જ કેલ્શિયમ શોષી શકે છે જો તેમાં પૂરતું વિટામિન ડી હોય. એટલે હાજકા મજબૂત રહે માટે દૈનિક આહારમાં આ ખોરાકને જરૂર સામેલ કરવા જોઈએ. દરરોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલના બીજનું સેવન કરીને ઑસ્ટિયોપોરોસિસ બીમારીને અટકાવી શકો છો. કારણ કે તલના બીજ કેલ્શિયમથી ભરપૂર હોય છે.
આ પણ વાંચો : Health Tips : લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા 40 વર્ષની ઉંમર બાદથી અપનાવો આ આદતો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


