વજન ઉતારવું આજના સમયમાં સૌથી મોટો પડકાર છે. અને તેનાથી પણ મોટી સમસ્યા દૂબળા લોકો માટે વજન વધારવાની છે. દૂબળા લોકો વજન વધારવા હેલ્થ એક્સપર્ટે બનાવેલ ડાયટ ચાર્ટ ફોલો કરે છે, જીમમાં જાય છે છતાં પણ ઇચ્છા મુજબ વજન વધતું નથી. પરંતુ જો તેઓ આ ઘરેલુ ઉપચાર દરરોજ કરશે તો જ વજનમાં વધારો જોવા મળશે.
દરરોજ પીવાથી મળશે લાભ
દૂબળા લોકો વજન વધારવા માટે દરરોજ ખજૂરના આ ખાસ ડ્રિંકસનું સેવન કરશે તો થોડા જ સમયમાં ફરક દેખાશે. ખજૂરના ડ્રિંકસમાં દૂધ અને કેળાનો પણ ઉપયોગ કરવો. આ ડ્રિંકસનો સ્વાસ્થ્ય લાભ સવારે ખાલી પેટે પીવું. આ ત્રણેય વસ્તુ પોષકતત્વોથી ભરપૂર છે. આ ડ્રિકસના સેવનથી શરીરમાં વારંવાર લાગતો થાક દૂર થશે અને ઉર્જાનો અનુભવ કરશો.
આ રીતે બનાવો ચમત્કારી ડ્રિંકસ
આ ડ્રિંકસ બનાવવા તમારે પહેલા 1 મોટો ગ્લાસ દૂધમાં 4 થી 6 ખજૂર નાખી થોડીવાર ઉકાળવું. દૂધમાં ખજૂર થોડી નરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 અથવા 2 કેળા નાખવા. અને આ મિશ્રણને તમે હેન્ડ મિક્સી અથવા મિકસરમાં બ્લેન્ડ કરી શકો છો. આ ડ્રિંકસને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે સ્વાદ મુજબ મધ અથવા કેસર નાખી શકો છો. યાદ રાખો કે કેળું નાખ્યા બાદ આ ડ્રિંકસ તમે ફ્રીજમાં નહીં મૂકી શકો તમારે તરત આ ડ્રિંકસનું સેવન કરવાનું રહેશે. દરરોજ આ ડ્રિંકસના નિયમિત સેવનથી થોડા જ દિવસોમાં તમારું વજન વધવા લાગશે.
જાણો આ ડ્રિંકસ કેટલું ફાયદાકારક
દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે. દૂધ શરીરને ઉર્જા આપે છે અને થાક દૂર કરે છે. જયારે ખજૂર કુદરતી ખાંડનો સારો સ્ત્રોત છે, જે શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. તેમાં આયર્ન, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને એનિમિયા દૂર કરે છે. ખજૂરમાં સારી માત્રામાં કેલરી હોવાથી તે વજન વધારવામાં મદદ કરે છે. વજન વધારવા માટે કેળું એક ઉત્તમ ફળ છે. કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં છે. તે પાચનમાં સુધારો કરે છે અને શરીરને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરે છે.


