ભોજન બાદ અનેક ઘરોમાં મુખવાસની પરંપરા છે. બપોરનું ભોજન હોય કે પછી રાત્રિનું ડિનર પરિવારના લોકો મુખવાસ જરૂર ખાય છે. આર્યુવેદમાં પણ કહ્યું છે કે ભોજનનું શરીરમાં યોગ્ય રીતે પાચન થાય તેના મુખવાસ જરૂર ખાવો જોઈએ. પરંતુ મુખવાસમાં શું ખાવું તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે કેટલાક લોકો ફક્ત વરિયાળી ખાવાનું કહે છે તો કોઈ ધાણાની દાળ અથવા તો ઇલાયચી ખાવાની સલાહ આપે છે.
મુખવાસમાં કરો વરિયાળીનું સેવન
આવી સ્થિતિમાં આખરે ભોજન બાદ મુખવાસમાં શું ખાવું તે એક કોયડો બની જાય છે. વરિયાળીમાં ફાઇબર અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે. તેના સેવનથી પાચનમાં સુધારો થાય છે. વરિયાળીમાં રહેલા પાચક રસ અને ઉત્સેચકો પેટ ફૂલવા, ગેસ, અપચો અને કબજિયાતને રોકવામાં શ્રેષ્ઠ ઉપચાર કહી શકાય. અને એટલે જ આર્યુવેદ નિષ્ણાતે કહ્યું કે જો તમારે સ્વાસ્થ્યમાં લાભ લેવા લેવા હોય તો મુખવાસમાં ચોક્કસપણે વરિયાળીનું જ સેવન કરવું જોઈએ. અને વધુ સારા પરિણામ માટે તમે વરિયાળી સાથે સાકર લઈ શકો છો.
શરીરમાં થશે આ ચમત્કાર
- વરિયાળીની સાથે ખાંડ બંનેની તાસીર ઠંડક આપનારી છે. એટલે બંનેનું એકસાથે સેવન કરવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
- મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા આ બંને વસ્તુ શ્રેષ્ઠ ઉપચાર છે. જમ્યા પછી આ બંને સાથે ખાવાથી માઉથ ફ્રેશનરનું કામ થાય છે. ગળામાં ખરાશની સમસ્યા હોય તેમના માટે વરિયાળી અને ખાંડનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- વરિયાળી અને ખાંડમાં રહેલા ગુણો પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ થાય છે. ભોજન કર્યા પછી આ બંનેનું સેવન કરવાથી ખોરાક સરળતાથી પચી શકે છે.
- ભોજન પછી વરિયાળી અને ખાંડનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે પણ વજન ઘટાડવા માટે સ્વસ્થ રીત શોધી રહ્યા છો, તો તમે આ અપનાવી શકો છો. આટલા બધા ફાયદા હોવાના કારણે રેસ્ટોરન્ટમાં પણ ભોજન કર્યા બાદ વરિયાળી અને સાકર આપવામાં આવે છે.


