ભારતમાં વર્ષોથી અનેક ઘરોમાં રાત્રિના સમયે હળદરવાળું દૂધ પીવાની પરંપરા છે. હળદર એ રસોડાનો ખાસ મસાલો છે. દરરોજના ભોજનમાં હળદરનો ઉપયોગ થાય છે. રસોડાના આ ખાસ મસાલો ગુણધર્મોનો ભંડાર છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે. હળદર અનેક બીમારીમાં રામબાણ ઔષધિ સાબિત થઈ છે. એટલે જ બાળકોથી લઈને વૃદ્ધો તમામ તેનું સેવન કરે છે. હેલ્થ એકસપર્ટ કહે છે કે હળદરવાળા દૂધની જેમ હળદરવાળું પાણી પર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
હળદરવાળું દૂધ કે પાણી, કયું બેસ્ટ
આરોગ્ય નિષ્ણાત કહે છે કે સ્વાસ્થ્ય સમસ્યાથી બચવા દૂધ કે પાણી સાથે હળદર ભેળવીને પીવું ફાયદાકારક છે. હળદરમાં બાયોએક્ટિવ સંયોજનો હોય છે અને તે બળતરા વિરોધી ગુણધર્મોથી પણ ભરપૂર હોય છે. દૂધ અને પાણી સાથે હળદર ભેળવીની પીવાથી શરીરમાં અલગ અસર થાય છે. બંને ઘટકો સાથે હળદરનું સેવન કરવાના ખાસ ફાયદા છે. વજન ઘટાડવા માંગતા હોઈએ અથવા શરીરને ડિટોક્સિફાય કરવા હળદરનું પાણી સાથે સેવન કરવું. જ્યારે ઊંઘ સુધારવા તેમજ શરદી અને ઉધરસથી રાહત મેળવવા રાત્રે હળદરવાળું દૂધ પીવાનું બેસ્ટ છે. દૂધ કે પાણી કોની સાથે હળદરનું સેવન કરવું તે તમારા શરીરની જરૂરિયાત અને સમસ્યા પર આધાર રાખે છે.
જાણો હળદરના ફાયદા
હળદરવાળું દૂધ તણાવ ઘટાડવા, ઊંઘ વધારવા અને હાડકા અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તે દૂધમાં હાજર કેલ્શિયમ, બી12 અને વિટામિન ડી સાથે હળદરના ફાયદા પણ પૂરા પાડે છે. બી12 શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. જયારે શરીરને ડિટોક્સ કરવા અથવા વજન ઘટાડવા આ રીતે હળદરનું પાણી આહારમાં સામેલ કરો. આ પાણી બનાવવા પહેલા કાચી હળદરના ટુકડા કાપીને તેને રાત્રે પાણીમાં પલાળી રાખો, અથવા કાચી હળદરને છીણીને પાણીમાં ઉમેરો, તેને સારી રીતે ઉકાળો, અને પછી તેને હૂંફાળું પીવો. તમે પીસેલી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. હળદરમાં રહેલું કર્ક્યુમિન સંયોજન મગજના કોષોના વિકાસને વધારવામાં મદદ કરે છે. સંધિવા, સાંધાના રોગના દર્દીઓ માટે કોઈપણ રીતે હળદરનું સેવન ફાયદાકારક છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


