- ગત નવેમ્બરથી પગાર નિયમિત ન થતા કલેક્ટરને રજૂઆત
- કારમી મોંઘવારીમાં ઘર કેવી રેતી ચલાવવું : કર્મચારીઓનો આર્તનાદ
- આઉટસોર્સીસ કર્મચારીઓ ભેગા થઈ કલેકટર કચેરીએ આવ્યા
છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ખાતામાં ફ્રજ બજાવતા આઉટસોર્સીસ કર્મચારીઓનો છેલ્લા ચાર માસથી પગાર થયો નથી. જે બાબતે હાલ કર્મચારીઓ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. અને હાલ 70 જેટલા કર્મચારીઓ હડતાલ પર છે. આજરોજ તમામ આઉટસોર્સીસ કર્મચારીઓ ભેગા થઈ કલેકટર કચેરીએ આવ્યા હતા. અને જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. ચાર માસથી પગાર ન થતા સામાન્ય ગરીબ વર્ગ ને કઈ રીતના પોષાય એ એક વિચારવા જેવી વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાના તમામ 70 જેટલા આઉટ સોર્સિસ કર્મચારીઓનો પગાર નવેમ્બર માસથી બાકી હોય જે થયો નથી. જે બાબતે 5 દિવસથી હડતાળ ચાલી રહી છે. આરોગ્ય કેન્દ્રો ખાતે ફ્રજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ નો છેલ્લા ચાર માસથી પગાર થયો નથી. જેથી ઘર સંસાર કેવી રીતના ચલાવવો? તેમ પ્રશ્ન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પરિવાર અને ઘરથી દૂર રહી પીએચસી અને તથા સીએચસી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ પગાર ન થતા પરિસ્થિતિ ગંભીર બની છે.


