- સીવીયર એટેક ઘાતક હોવાથી તબીબોની રિસર્ચની માગ
- સતત વધેલા હાર્ટ એટેકના કેસને લઈ તબીબોમાં ચિંતા
- 9 દિવસમાં હાર્ટ એટેકે 36 લોકોનો ભોગ લીધો
રાજ્યના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. જેમાં AMAના તબીબોએ રિસર્ચની માંગ કરી છે. પહેલીવાર નવરાત્રીમાં હાર્ટ એટેકથી 36 લોકોના મોત થયા છે. તેમજ સીવીયર એટેક ઘાતક હોવાથી તબીબોની રિસર્ચની માગ છે. સતત વધેલા હાર્ટ એટેકના કેસને લઈ તબીબોમાં ચિંતા છે.
ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન હાર્ટ એટેકથી 36 મોત
ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન હાર્ટ એટેકથી 36 મોત થયા છે. જેમાં 9 દિવસમાં હાર્ટ એટેકે 36 લોકોનો ભોગ લીધો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 9 દિવસમાં 16, દ.ગુજરાતમાં 15નાં મોત થયા છે. તેમજ અમદાવાદમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ગરબા રમતી વખતે, કામ કરતી વખતે એટેક આવ્યા છે. સારવારનો સમય ન મળે એટલી ઝડપથી સિવિયર એટેક આવી રહ્યાં છે. નવરાત્રિમાં સાંજે 6થી રાતના 2 સુધી હૃદયરોગના 766 કેસ સામે આવ્યા છે.
9 દિવસમાં 8 કલાકના અરસામાં સરેરાશ 85 ઇમરજન્સી કેસ સામે આવ્યા
9 દિવસમાં 8 કલાકના અરસામાં સરેરાશ 85 ઇમરજન્સી કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 9 દિવસ રોજના સરેરાસ 22 કોલ્સ 108ને મળ્યા છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ 32 કાર્ડિયાક ઇમરજન્સીના કેસ આવ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા નોરતે હૃદયરોગ સંબંધિત 93 કોલ્સ 108ને મળ્યા છે. એકંદરે ગુજરાતમાં રોજના આ આઠ કલાકના અરસામાં સરેરાશ 85 કોલ્સ આવ્યા છે. જે સામાન્ય રોજિંદા સમયના 88 કોલ્સની સામે 2.81 ટકા જેટલો મામૂલી ઘટાડો છે. નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં રોજના 22 કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સી કોલ્સ આવ્યા છે. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત, ચક્કર ખાઈને પડી જવું સહિતના નવ દિવસમાં રોજના સરેરાશ 4161 કોલ્સ આઠ કલાકના અરસામાં નોંધાયા છે.
જાણો હાઈ બ્લડપ્રેશરથી હાર્ટ એટેકનો ખતરો
હાઈપરટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ, જો આને સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે દિલની બીમારીઓનો ખરતો રહે છે. જેથી આ કારણે હાર્ટએટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે.