લોકોમાં સ્વાસ્થય સમસ્યા વધી છે. આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધ્યો છે. ખાસ કરીને શિયાળાના દિવસોમાં લોકોમાં હૃદય સંબંધિત ફરિયાદ વધે છે. ઠંડીમાં હાર્ટએટેકનું જોખમ ટાળવા ફકત દવા નહી કુદરતી ઉપાય વધુ અસરકારક સાબિત થશે. આ પીણાં હૃદયને સ્વસ્થ રાખવામાં ઔષધિનું કામ કરશે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રહે માટે દરરોજના આહારમાં તમે હર્બલ ટીને સામેલ કરો. હર્બલ ટી એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી ગુણધર્મો અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોવાથી હૃદયને મજબૂત કરવા અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માટે શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે.
હૃદયને સ્વસ્થ રાખવા ટ્રાય કરો હિબિક્સ ચા
હૃદયને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કસરતની સાથે આહાર પણ જરૂરી છે. દરરોજના આહારમાં તમે હર્બલ ટીમાં હિબિસ્કસ ચાને સમાવેશ કરો. હૃદયના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હિબિસ્કસ ચાનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ હર્બલ ટીને કરવામાં આવેલ પરીક્ષણમાં આ વાત સાબિત થઈ છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા 65 લોકોને 6 અઠવાડિયા સુધી દરરોજ ત્રણ કપ હિબિસ્કસ ચા આપવામાં આવી હતી. તેના પરિણામો ચકાસતા તેમનામાં સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો. હિબિસ્કસ ચામાં હાજર એન્ટીઑકિસડન્ટો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર બંનેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
હિબિસ્કસ ચા એક હર્બલ પીણું, જાણો ફાયદા
જાસૂદના ફૂલમાંથી બનતી હિબિસ્કસ ચા એક હર્બલ ચા છે. આ હર્બલ પીણું કુદરતી રીતે કેલરી અને કેફીન મુક્ત છે. તેમાં પ્રોટોકેચ્યુઇક એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો રહેલા છે, જે કાર્સિનોજેનિક કોશિકાઓના વિકાસને ધીમો કરે છે. હિબિસ્કસ ચાનું નિયમિત સેવન કેન્સરની સારવારમાં મદદ કરી શકે છે. તેનું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મળે છે અને અન્ય અનેક બીમારીઓમાં શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. આ હર્બલ પીણાંમાં ઓર્ગેનિક એસિડની સાથે વિટામીન C અને A, ઝિંક અને ઘણા ખનિજો રહેલા છે. પોષક તત્વોથી ભરપૂર આ હર્બલ પીણાંના નિયમિત સેવનથી થાક અને તણાવ દૂર થાય છે, વજન ઘટે છે, વાયરલ ઈન્ફેક્શનથી રક્ષણ થાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )-


