- હાર્ટએટેકથી વધુ 1 યુવાનનું મોત
- પંચમહાલમાં યુવાન ઢળી પડ્યો
- 26 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત
ગુજરાતમાં હાલમાં ઘણી જગ્યાએથી હાર્ટએટેકના બનાવોના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પંચમહાલના એક 26 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં હાર્ટએટેકથી વધતા બનાવોની વચ્ચે પંચમહાલમાં એક યુવાનનું આજે મોત થયું હતું. ગોધરામાં એક તિજોરી બનાવવાનું કામ કરતા 26 વર્ષીય યુવાનનું અચાનક હાર્ટએટેકનો હુમલો આવતા મોત થયું હતું. આ ઉપરાંત આજે દેવગઢબારિયામાં એક 19 વર્ષના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજુ વડોદરામાં 35 વર્ષીય યુવકનું મોત થયું છે. રાજકોટમાં 48 વર્ષીય સુખા ભાલાળાનું હાર્ટએટેકથી મોત થયું છે.
દેવગઢ બારીયામાં હાર્ટએટેકથી 19 વર્ષીય યુવકનું મોત થયું છે. જેમાં દશેરાના મેળામાં આવેલ નાના બાળકો માટેની પાણીમાં ચાલતી નાની બોટ ની રાઈડ બાજુ અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો હતો. જે પછી જ્યારે હોસ્પિટલ ખસેડાયા તબીબે મૃત જાહેર કર્યો છે. અક્ષય બારીયા નામના યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યા છે.
જ્યારે રાજકોટમાં હૃદય રોગના કારણે 48 વર્ષીય સુખા ભાલાળા નામના વ્યક્તિનું નીપજ્યું મોત થયું છે. જેમાં રાત્રિના 2:30 વાગ્યા આસપાસ છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કર્યા છે. મૃતકને સંતાનમાં 2 પુત્રી 1 પુત્ર છે. વડોદરામાં હાર્ટએટેકથી વધુ એક મોત થયું છે. જેમાં 35 વર્ષીય પ્રતિક શિંદેનું હાર્ટએટેકથી મોત થયું છે. જેમાં રવિવારે અચાનક છાતીમાં દુખાવો થયો હતો. આજે સારવાર દરમિયાન પ્રતિક શિંદેનું મોત થયું છે. આ તરફ નોંધનીય છેકે, વડોદરામાં 8 દિવસમાં હાર્ટએટેકથી 6ના મોત થયા છે. આમ હાલના દિવસોમાં હાર્ટએટેક વધુને વધુ બિહામણો બનતો જતો રોગ બની ગયો છે. જેના લીધે ઘણાં લોકો ભય અને ચિંતામાં છે.