- પાકિસ્તાનમાં હાલ ભીષણ ગરમીનો કહેર યથાવત્
- સિંધ પ્રાંતના ઘણા શહેરોનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચ્યું
- સિંધના જેકોબાબાદમાં 50 ડિગ્રી ગરમી નોધાતા હાહાકાર મચ્યો
ભારતમાં આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. જો કે પાડોશી દેશ પાકિસ્તાનમાં આના કરતાં વધુ કંગાળ સ્થિતિ છે. ગરીબી, આતંકવાદ, મોંઘવારીની ઝઝૂમતી પાકિસ્તાની જનતા આ વર્ષે કાળઝાળ ગરમી પણ વેઠી રહી છે. પાકિસ્તાનની સ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાંના ઘણા જિલ્લાનું તાપમાન તો 50 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયું છે. જે ધરતી પરનું સૌથી ગરમ શહેર બની ગયું છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં આવેલી સિંધ પ્રાંતના ઘણા શહેરોનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવવાની તૈયારીમાં છે.
પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સિંધના જેકોબાબાદ જિલ્લામાં ગુરુવારે પારાનું સ્તર 50 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યો છે. જે આ વર્ષની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. જિલ્લામાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચવો એક રેકોર્ડ છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે જેકોબાબાદમાં 50 સેલ્સિયસ તાપમાન છે, આ જિલ્લો ધરતીનો સૌથી ગરમ શહેર બન્યું છે. આમ છતાં હજી કોઈ રાહત મળવાની કોઈ આશા નથી. જૂનના પ્રથમ સપ્તાહ સુધી લૂ વાતી રહેશે.
પાકિસ્તાનના આ શહેરોની સ્થિતિ
હવામાન વિભાગ અનુસાર, સિંધ પ્રાંતના લરકાનામાં 49.7 ડિગ્રી સેલ્સિયસ, દાદુમાં 49. 5 ડિગ્રી સેલ્સિયસ અને ખેરપુર જિલ્લામાં 49 ડિગ્રી ગરમી રેકોર્ડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ રહ્યું જે 28 મે 2017ના રોજ તટીય જિલ્લામાં તુરબતમાં નોંધાયું હતું. પાકિસ્તાનના કરાચીમાં ગુરુવારે તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. મળતી માહિતી અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગરમીનો પારો સામાન્યથી વધુ છે. ગુરુવારે સિંધના 11 શહેરોમાં ગરમીનો પ્રકોપ ચાર જૂન પછી ઓછું થઈ શકે છે.
આંકડાઓ અનુસાર, જેકોબાબાદ, દાદુ અને મોહનજોદંડો સતત બીજા દિવસે પાકિસ્તાનમાં સૌથી ગરમ સ્થળ રહ્યા હતા. આ શહેરોના તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસથી વધીને ગુરુવારે 50 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયા હતા. જેકોબાબાદે મે મહિનામાં સરેરાશ તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસથી 6.2 ડિગ્રી સેલ્સિયસના ઉચ્ચ સ્તરે નોંધાયું હતું.


