- રવિવારે હેલિકોપ્ટર અકસ્માતમા ઈબ્રાહિમ રઈસી સહિત આઠ લોકોનાં મોત થયા હતા
- રઈસીના અવસાનમાં ભારતે એક દિવસનો રાજકીય શોક વ્યક્ત કર્યો હતો
- ઈરાનમાં એક તરફ શોકનો માહોલ છે જ્યારે બીજી તરફ હિજાબ ચળવળ કરતા લોકોમાં ખુશી છે
ગત રવિવારે ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સહિત આઠ લોકોનાં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થઈ ચુક્યા છે. હવે ઈરાનમાં શિયા મુસ્લિમોના સૌથી જાણીતી સ્થળ પર અંતિમ વિધિ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જેથી ઈબ્રાહિમ રઈસીને મશહદમાં આવેલા ઈમામ રઝા દરગાહમાં અંતિમ સંસ્કાર કરાશે. (સુપુર્દએ ખાક). રઈસીના મોત બાદ ઈરાનના મોટાભાગના વિસ્તારમાં જુલૂસ કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈરાનના વિદેશ મંત્રી અને અન્ય છ લોકો પણ માર્યા ગયા હતા. જો કે તેઓના અંતિમ સંસ્કારમાં એટલી ભીડ નહોતી ઉમટી. જેટલી 2020માં બગદાદમાં અમેરિકી ડ્રોન હુમલામાં રિવોલ્યૂશનરી ગાર્ડ જનરલ કાસિમ સુલેમાની મર્યા પછી તેમની અંતિમ સંસ્કારની ભીડ હતી. રઈસીના અંતિમ સંસ્કારમાં લોકોની ભાવના સમાયલી હતી.
ઈરાનમાં ઈબ્રાહિમ રઈસીનું કડક વલણ
ઈરાન દેશમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની સરકાર વર્ષ-2020માં મહસા અમીનીના મોતને લઈ થયેલા પ્રદર્શનોમાં કડક કાર્યવાહી કરી હતી. જેને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અમીનેને ઈરાનની મહિલાઓ માટે ફરજિયાત હિજાબ કથિત રીતે નહીં પહેરવા અટકાયતમાં લેવાઈ બાદમાં થયેલી કાર્યવાહી ત્યાંની સ્થાનિક ટીવી અને સમાચાર પત્રમાં કોઈ સ્થાન નહોતું મળ્યું. એટલું જ નહિ ઈરાન-ઈરાક યુદ્ધમાં આશરે પાંચ હજાર લોકોની સામૂહિક હત્યામાં રઈસી સામેલ હોવાની પણ ચર્ચા નથી કરાઈ.
જનતાને ચેતવણી આપવામાં આવી
ઉલ્લેખનીય છે કે, અધિકારીઓને ઈબ્રાહિમ રઈસીના અવસાન પર ખુશી દર્શાવવા જાહેર સંકેતોના ઉપયોગ કરવાને લઈ ચેતવણી અપાઈ હતી. તેહરાનમાં ભારે સુરક્ષા દળ તૈનાત કરવા પડયા હતા. અફઘાન સરહદ પાસે ઈરાનની દક્ષિણ ખુરસાન પ્રાંતમાં રઈસીના હોમ ટાઉન બિરજંદ શહેરના મુખ્ય માર્ગો પર ગુરુવારે સવારે હજારોની જનમેદનીમાં લોકો કાળાં કપડાં પહેરેલા નજરે પડી રહ્યા હતા. માર્ગ પર એક વાહનમાં તેમનો તાબૂત રખાયો હતો. અને શોકમાં ગરકાવ લોકો તાબૂતને સ્પર્શ કરવા આગળ આવી રહ્યા હતા. રઈસીને ઈમાર રઝા દરગાહમાં સુપુર્દ-એ ખાક (અંતિમ સંસ્કાર) કરાશે. જ્યાં શિયાઓના આઠમા ઈમામના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ વિસ્તાર લાંબા સમયથી શિયા મુસ્લિમોનું ધાર્મિક સ્થળ રહ્યું છે.


