શરીરમાં વારંવાર થાક અને નબળાઈ લાગતી હોય તો તે પોષકતત્વોની ઉણપ હોઈ શકે છે. શરીર સ્વસ્થ રાખવા તમામ પ્રકારના પોષકતત્વો પૂરતી માત્રામાં હોવા જરૂરી છે. ખાસ કરીને આજકાલ બાળકોમાં હિમોગ્લોબીન ઓછું હોવાના કારણે તેઓ બીમાર પડી રહ્યા છે. બાળકોને બીમારીથી દૂર રાખવા હિમોગ્લોબીનની ઉણપ દૂર કરતા આહાર આપો. ગાજર અને બીટ બાળકો ખાવાનું પસંદ કરશે નહીં. પરંતુ જો તેમને ટ્વીસ કરીને આ વસ્તુ ખવડાવશો તો સ્વાસ્થ્યમાં લાભ થશે અને બાળકોને પણ ખાવું ગમશે.
ગાજર અને બીટનો સૂપ બનાવવા માટેની સામગ્રી:
- આમાં તમે લસણ, સ્વાદ મુજબ મીઠું અને કાળા મરીનો મસાલો લો.
- 5 કપ ઝીણા સમારેલા ગાજર
- 1 કપ બીટ
- 2 કપ પાણી
- 1 ચમચી માખણ
- 1 મધ્યમકદની ડુંગળી
ગાજર અને બીટનો સૂપ બનાવવાની રીત :
એક પેનમાં તેલ નાખ્યા પછી માખણ નાખી બંનેને ગરમ કરો. ત્યારબાદ જ્યારે માખણ ઓગળી જાય ત્યારે ડુંગળી અને લસણ ઉમેરી સાંતળો. ક્યારેક ક્યારેક હલાવતા રહીને 4 થી 6 મિનિટ સુધી અથવા નરમ થાય ત્યાં સુધી રાંધો. 10 સેકન્ડ સાંતળ્યા બાદ ગાજર અને બીટ ઉમેરી હલાવતા રહો અને તે થોડા નરમ પડે એટલે તેમાં 2 કપ પાણી નાખી આ સૂપને થોડીવાર ઉકળવા દો. લગભગ15 મિનિટ સુધી સૂપ ઉકળે પછી તેને ઠંડુ કરો. આ સૂપ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે તેને એક મિક્સરકમાં ક્રશ કરી સ્મૂધી પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પ્યુરીમાં તેલનો તડકો નાખો. આ તડકા માટે એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં ચપટી જીરું નાખો. તે તતડે એટલે તેને સૂપમાં નાખી. આ સૂપ હૂંફાળો ગરમ પીવાથી વધુ ફાયદો થશે એટલે જ્યારે પીવો હોય ત્યારે તેને સાધારણ ગરમ કરી પી લો.


