- કડક શબ્દોમાં અધિકારીઓની HCએ ઝાટકણી કાઢી
- 7 નવે.સુધીમાં બદલાવ લાવો નહીં તો ચાર્જફ્રેમ થશે – હાઇકોર્ટ
- હુકમ રેડી છે, સહી જ બાકી છે: HC
રોડ, ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ છે. જેમાં અમદાવાદમાં AMC અને પોલીસને કાર્યવાહી કરવા અંતિમ તક આપવામાં આવી છે. તેમાં હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે 7 નવે.સુધીમાં બદલાવ લાવો નહીં તો ચાર્જફ્રેમ થશે. બદલાવ લાવો નહીં તો ચાર્જફ્રેમ માટે તૈયાર રહો.
હુકમ રેડી છે, સહી જ બાકી છે કહી કડક શબ્દોમાં અધિકારીઓની HCએ ઝાટકણી કાઢી
હુકમ રેડી છે, સહી જ બાકી છે કહી કડક શબ્દોમાં અધિકારીઓની HCએ ઝાટકણી કાઢી છે. તેમજ જણાવ્યું છે કે સમસ્યાનું નિરાકરણ જોઈએ. કોઈપણ પ્રકારના બહાના નહીં ચલાવી લેવાય. કોર્ટ હવે સમય નહીં આપે કાર્યવાહી કરો. સવારે ઉઠીને શહેરની હાલત જુઓ કેવી છે. કેબિનમાં રહીને કામગીરી રિપોર્ટ રજૂ ના કરો. ખુરશીઓમાં બેસી રહેવા કરતા કામ કરો. સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશો.
વધુ સુનાવણી 6 નવેમ્બરે હાથ ધરાશે
ત્યારે હાઈકોર્ટમાં સરકારનો જવાબ છે કે નિયમોનું પાલન કરવું જનતાની પણ જવાબદારી છે. હાઈકોર્ટે સરકારના જવાબ સામે નારાજગી વ્યક્ત કરી છે. અને જણાવ્યું છે કે ડ્રાઈવ વખતે કો-ઓર્ડીનેશન રાખવું જોઇએ. જનતાને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સરકારની છે. અમે આ સમસ્યાથી કંટાળી ગયા છીએ. રિપોર્ટમાં બેદરકારી સામે આવી છે. કામગીરી કાગળ પર નહીં ફીલ્ડમાં કરો. કોર્ટના અગાઉના નિર્દેશોનું પણ પાલન ન થયું. પોલીસનું પેટ્રોલિંગ મજબૂત કરો. પોલીસની કામગીરીની છબી સારી ઉભી કરો. તથા વધુ સુનાવણી 6 નવેમ્બરે હાથ ધરાશે.